Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણની 'રાણકીવાવ' હવે દિલ્લીમાં

પ્રજાસત્તાક દિને યોજાનારી રેલીમાં ગુજરાતના પાટણની 'રાણકીવાવ'નો ટેબ્લો

Webdunia
PRP.R

દિલ્લીમાં પ્રજાસત્તાક દિને યોજાનારી રેલીમાં ગુજરાતના પાટણની 'રાણકીવાવ'નો ટેબ્લો રજુ કરવામાં આવશે. જે માટે રાણકીવાવનુ આબેહુબ માળખુ તૈયાર કરવામાં આવ્યુ છે અને તેની આગળના ભાગે સ્થીત ઝરુખો પણ બનાવવામાં આવ્યો છે. રાણકીવાવની પ્રતિકૃતિની આગળ ગુજરાતની યુવતીઓ બેડા નૃત્ય કરી ગુજરાતની સંસ્કૃતિ વિષે દર્શકોને માહિતગાર કરશે.

ઉલ્લેખનીય છે કે, ઈ.સ.1022થી 1063ના અરસામાં ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ રાણકીવાવનુ બાંધકામ પુરુ કરાવ્યુ હતુ. પાટણમાં આવેલી આ વાવના છેડા પર પગથિયા છે, કહેવાય છે કે, આ પગથીયા 30 કિલોમીટર દુર આવેલા સિધ્ધપુર પાસે ખુલે છે.
PRP.R

રાણીની વાવ પાટણ ખાતે સોલંકી વંશની રાણી ઉદ્દયમતી દ્વારા તેમના પતિ ભિમદેવ પહેલાની યાદમાં બનાવવામાં આવી હતી. આ વાવમાં પૂર્વ-પશ્ચિમ બાજુએ સાત પરસાળો આવેલી છે. આ વાવની દિવાલો અને મંડપ પરની મનમોહક કોતરણી છે. આ વાવની પરસાળમાં દેવદેવીઓના સુંદર શિલ્પો છે.

અંત્ર ે ઉલ્લેખનિ ય છ ે ક ે, વાવમાં પાણીના સ્તરે જતાં વિષ્ણુના દશાવતારનાં શીલ્પો, શેષનાગ પર સવાર વિષ્ણુ અને સ્થાપત્યો ગુજરાત અને રાજ્સ્થાન પ્રદેશની વિશેષતા છે. વાવ ધોમધખતા ઉનાળામાં વટેમાર્ગુને પાણી અને વિશ્રામ આપે છે. શરૂઆતમાં વાવ સાદાઇથી બનાવવામાં આવી હતી પણ સમય જતાં તેને શિલ્પોથી શુશોભિત કરવાની પરંપરા જોવા મળી છે...

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

Show comments