Webdunia - Bharat's app for daily news and videos

Install App

આકાશ આંબતી પ્રગતિના પંથે ભારતીયો

Webdunia
W.DW.D
સ્વતંત્રતા મળ્યાના પ્રારંભીક દિવસોમાં દેશનુ યુવાધન ઉમંગ અને ઉત્સાહથી છલકાતુ હતુ, પરંતુ અત્યારની યુવાપેઢી આક્રોશ અને તાણથી ઝઝુમી રહી છે. પાછલા 5000 વર્ષના ઈતિહાસમાં દેશમાં અધોગતિનુ સ્તર આટલુ નીચુ નહોતુ ગયું જેટલો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. 1997માં આઈઆઈટીની પ્રવેશ પરીક્ષાનુ પેપર ફુટી ગયુ જે પરાકાષ્ઠા છે.

પાછલા 60 વર્ષોથી અતુટ અને અખંડ રહ્યો જે ભારતની એકમાત્ર સિદ્ધી છે. આફ્રિકા અને દક્ષીણ અમેરિકાની સંયુક્ત જનસંખ્યા કરતાં વધુ એટલે કે, સવા અબજ લોકો સ્વતંત્રતાના મીઠાં છાયડાં નીચે એક જ સરકારના આધિન થઈને હળીમળીને જીવન વ્યતીત કરી રહ્યા છે. સમગ્ર માનવજાતીનો છઠ્ઠો ભાગ એક જ સ્વતંત્ર રાષ્ટ્રમાં રહેતો હોય તેવુ ઈતિહાસમાં પહેલા કદી બન્યુ નથી.

ટેક્સાસ વિશ્વવિધાલયના પ્રોફેસર રોસ્ટો બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મહત્વપુર્ણ ઘટના ભારતની આઝાદીને માને છે. સંવિધાનમાં પાયાના અધિકારોની દ્રષ્ટ્રીએ આપણે યુનાઈટેડ કિંગડમ કરતાં પણ વધુ ધર્મ નિરપેક્ષ છીએ કારણ કે, ત્યાં કોઈ રોમન કેથોલીક, રાજા અથવા લોર્ડચાન્સેલર નથી બની શકતા. આપણને ગર્વ હોવો જોઈએ કે ભારતના સંવિધાને આપણને આકાશને આંબતી પ્રગતિ કરવા માટે તથા મુશ્કેલીઓનો સામનો કરવા માટે સજ્જ બનાવ્યા છે.

પુંજીપતિઓ અને શ્રમજીવીઓનો અનોખો સંગ મ-
પંદર વિવિધ ભાષા અને અઢીસોથી વધુ બોલીઓ ભારતમાં છે. આટલી વિવિધતા વિશ્વના અન્ય કોઈ લોકશાહિ દેશમાં દેખાતી નથી જેથી ભારતની આ ઉપલબ્ધી મહત્વનુ સ્થાન ધરાવે છે.

ભારત માટે વિશ્વબેંક દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં બે અનુકુળ ઘટકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં પહેલી વાત એ હતી કે, અહીં નવી યોજનામાં રોકાણ માટે પ્રચુર પુંજી તથા અસિમિત શ્રમજીવીઓનો ભંડાર છે.કુદરત ભારત પર હરહંમેશ મહેરબાન રહી છે, દેશ કોઈ મુશ્કેલી સામે ઝઝુમી રહ્યો હોય ત્યારે તેણે મહાન નેતાઓને ભેંટ સ્વરૂપે દેશને આપ્યા છે જેમણે દેશના કરોડો લોકો મુશ્કેલીમાંથી ઉગાર્યા હતા. હાલની પેઢી એવા ગાંધીજી જેવા મહાન નેતાની વાટ જોઈ રહી છે જે લોકોને નૈતીક મુલ્યોનો અર્થ સમજાવી શકે.
( નની પાલખીવાલા- 'લો એન્ડ પ્રેક્ટીશ ઓફ ઈન્કમ ટેક્સ'ના લેખક)

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Holika Dahan 2025: હોલિકા દહનના દિવસે રાશિ મુજબ કરો આ ઉપાય, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Holi 2025: હોળી પર દેવી લક્ષ્મીને કરો પ્રસન્ન, જો તમે આ વસ્તુઓ ઘરમાં મુકશો તો ચમકી જશે તમારું ભાગ્ય

Holi 2025: હોળીકા દહન ક્યારે ? જાણો શુભ મુહુર્ત

Holi 2025 Diya Rules: હોળીના દિવસે ક્યાં, કેટલા અને કયા દીવા પ્રગટાવવા જોઈએ?

Holika Dahan Astro Tips- શું આપણે હોલિકા દહનની રાખ ઘરે લઈ જઈ શકીએ? નિયમો જાણો

Show comments