Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવપુર તીર્થ

Webdunia
N.D

લોકોની આસ્થા અને શ્રદ્ધાનુ કેન્દ્ર છે શિવપુર (માતમોર) જે અહીંના મનોહર અને ચમત્કારીક વાતાવરણને કારણે અહીંયા એક વખત દર્શન કરવા માટે આવનારને વારંવાર પોતાની તરફ ખેંચી લાવે છે.

આ અનોખુ તીર્થસ્થળ મધ્યપ્રદેશના દેવાસ જીલ્લાની બાગલીથી ચાપડાથી માત્ર 8 કિ.મી. દૂર ઈંદોર-બૈતુલ રાષ્ટ્રીય રાજમાર્ગ 59-એ પર આવેલ માતમોર ગામથી માત્ર 3 કિ.મી. દક્ષિણ દિશામાં છે. ફક્ત પ્રદેશ માટે જ નહિ પરંતુ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યના હજારો દર્શનાર્થીઓ માટે આ સ્થળ મહત્વનું બનતુ જઈ રહ્યું છે.

લગભગ 2 કરોડને ખર્ચે તૈયાર થયેલ દુનિયાનું એકમાત્ર શ્રી ત્રિભુવન ભાનુ પાર્શ્વનાથ ભગવાન રથાકાર મંદિર, સ્વયંભુ શ્રી માણિભદ્ર વીર બાબાનુ મંદિર, શ્રી સિદ્ધ ચક્ર ગુરૂ મંદિરની ભવ્યતા તેમજ કલાત્મકતાને જોતાજ બને છે. આ તીર્થસ્થળ લગભગ 35 વીગા જમીનમાં આવેલ છે.

સમાજના સંત પૂ. પન્યાસ પ્રવર વીરરત્નવિજયજીના આ જમીન પર પગલાં થયા બાદ જ આ પાવન ભૂમિ પર તીર્થની કલ્પનાએ આકાર લેવાનો પ્રારંભ કર્યો હતો. પોતાના આરાધ્ય દેવની શોધમાં નીકળેલા મુનિશ્રીને આ ધરતી પર પહોચતાની સાથે જ અહીનું પ્રાકૃતિક વાતાવરણ ગમી ગયુ હતુ. અને ધ્યાન કરતાંની સાથે જ તેમને દિવ્ય સંલેત પણ મળી ગયો હતો.

23 માર્ચ 1988ના દિવસે આ પવિત્ર ભૂમિનું ભૂમિપૂજન સંપન્ન થયું હતુ. ભૂમિપૂજન બાદ લગભગ બે મહિના પછી 19 મે 1988 વૈશાખ શુક્લની છઠ્ઠને દિવસે રવિ પુષ્ય નક્ષત્રમાં ત્રણ આંબાના વૃક્ષની વચ્ચે સ્વયંભુ શ્રી મણિભદ્ર વીર બાબાનું પ્રગટીકરણ થયું હતું. ત્યારથી જ આ તીર્થને મહાતીર્થ બનાવવાનો ક્રમ શરૂ થઈ ગયો હતો.

સ્વયંભુ બાબા શ્રી માણિભદ્ રનુ ં ભવ્ય મંદિર બનાવીને તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી અને દરેક વસંત પંચમીના દિવસે પૂર્ણ શ્રદ્ધાની સાથે તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

14 મી ફેબ્રુઆરી 1994ના દિવસે ગુજરાતથી આવેલ પત્થરને રાજસ્થાનના કારીગરોએ દિલ લગાવીને કોતર્યા અને જોત જોઅતામાં તો દુનિયાનું સૌથી મોટુ રથાકાર જૈન મંદિર પોતાની ભવ્યતા, કલાત્મકતા અને આસ્થાને અનુરૂપ તૈયાર થઈ ગયું.

આ રથાકાર મંદિરમાં 17 પ્રભુ પ્રતિમાઓથી સમાલંકૃત મુખ્ય મંદિર છે. આ મંદિરને ચલાયમાન જેવું દેખાડવા માટે બે લાકડાના બનાવેલ ઘોડ છે જે પોતાના આકાર અને સજીવંતતાની શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન કરાવે છે.

આ મંદિર સિવાય અહીંયા જ્ઞાન મંદિર, ધર્મશાળા, ભોજનાલયની પણ વ્યવસ્થા છે જ્યાં સંપૂર્ણ સુવિધાઓ શ્રદ્ધાળુઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ મહાતીર્થની એક વિશેષતા તે પણ છે કે અહીંયા અત્યાર સુધી કરોડો રૂપિયાનું નિર્માણ કાર્ય થઈ ચુક્યુ છે પરંતુ તેને માટે કોઈની પાસેથી પૈસા ઉઘરાવવામાં નથી આવ્યાં.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments