Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી મહાકુંભ મેળો : 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

Webdunia
બુધવાર, 29 ઑગસ્ટ 2012 (11:46 IST)
P.R
પ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ ભાદરવી પુનમનો મહામેળો ભરાય છે. જેમાં દુરદુરથી લાખો માઇભકતો પદયાત્રા દ્વારા અંબાજી પહોંચીને માના ચરણોમાં મસ્‍તક ઝુકાવી ધન્‍યતા અનુભવે છે. આ વરસે અધિક માસ હોવાથી ઘણા માઇભકતો મૂંઝવણ અનુભવે છે કે, ભાદરવી મહામેળો કયારે યોજાશે. અંબાજી દેવસ્‍થાન ટ્રસ્‍ટના વહીવટદાર કમ ડેપ્‍યુટી કલેકટર એમ. એચ. જોશીએ જણાવ્‍યું છે કે, અંબાજી ભાદરવી પુનમનો મહામેળો એક મહિના પછી એટલે કે તા. ૨૪ થી ૩૦ સપ્‍ટેમ્‍બર ભાદરવા સુદ-૯ થી ભાદરવા સુદ-૧૫(પૂનમ) દરમિયાન સાત દિવસ સુધી યોજાશે.

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અધિક ભાદરવા સુદ પુનમ નિમિત્તે પદયાત્રી સંઘો અને યાત્રીકોનો ઘસારો જોતાં અંબાજી માતાજી મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડ ખાતર અધિક ભાદરવા સુદ-૧૨ (બારસ) મંગળવાર તા.૨૮/૮/ થી અધિક ભાદરવા સુદ-૧૪(ચૌદસ) તા.૩૦/૮/૧૨ના રોજ આરતી તથા દર્શનનો સમય આ પ્રમાણે છે. સવારે આરતી- ૭.૩૦ થી ૮ વાગ્યા સુધી, સવારે દર્શન-૮ થી ૧૧.૩૦, રાજભોગ બપોરે-૧૨ કલાકે, બપોરે દર્શન- ૧૨.૩૦ થી ૧૬.૩૦, સાંજે આરતી-૧૯ થી ૧૯.૩૦, સાંજે દર્શન-૧૯.૩૦ થી ૨૩ વાગ્યા સુધી રહેશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

તેનાલીરામની વાર્તા: મૃત્યુદંડ

શિયાળામાં વાળની ​​સંભાળ માટે આ હોમમેઇડ સીરમ ટ્રાય કરો

અનેક બીમારીઓનો કાળ બની શકે છે ગોળનો નાનો ટુકડો, તેને કયા સમયે ખાવાથી વધુ ફાયદો થાય છે?

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

વેજીટેબલ સેન્ડવીચ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો , જાણો એવું તે શું કર્યું કે વાયરલ થઈ ગયો વીડિયો

પ્રયાગરાજમાં દરરોજ 65 થી 70 લાખ ભક્તો રોકાય છે, ભીડને કાબૂમાં લેવા માટે AIની મદદ લેવામાં આવી રહી છે

કોણ છે મહાકુંભમાં આવેલા 7 ફુટના મસ્કુલર બાબા, ઈસ્ટાગ્રામ પર મચાવી છે જેમણે ધૂમ, જાણો રૂસથી ભારત સુધીની તેમની અદ્દભૂત સ્ટોરી

Aghori - 3 મુશ્કેલ પરીક્ષાઓને કરવી પડે છે પાર ત્યારે બને છે એક અધોરી, જાણો કેમ નથી લાગતો તેમને ડર ?

'વાઈરલ ગર્લ મોનાલિસા' ની સુંદરતા બની માથાના દુખાવો, કુંભમેળો છોડવા મજબૂર થઈ

Show comments