Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીએમે જિલ્લા કલેક્ટરો સાથે કરી મુલાકાત કહ્યું, ‘‘ટીમ ગુજરાત જ સરકારની ઇમેજ બનાવશે’’

Webdunia
ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (11:37 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની પરિષદમાં સ્પષ્ટપણે દિશાનિર્દેશ આપતાં કહ્યું કે રાજ્યમાં સર્વગ્રાહી વિકાસને જ એક માત્ર એજન્ડા તરીકે કેન્દ્રમાં રાખી એસર્ટીવ બનીને પારદર્શીતા – ટ્રાન્સપરન્સીથી કાર્યરત થઇ લોકોને વિના વિલંબે યોજનાઓના લાભ મળે, ધક્કા ન ખાવા પડે, પાઇ-પૈસો આપવા ન પડે તેવી ફૂલપ્રુફ સિસ્ટમ જિલ્લાતંત્રો ઊભી કરે.
 
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નાનામાં નાના સામાન્ય માનવીને પણ પોતાની આશા-આકાંક્ષા મુજબનું શાસન છે તેની જન અનૂભુતિ થાય, ગુડ ડિલીવરીઝ મળે તે જ આપણો ધ્યેય છે. મુખ્યમંત્રીએ જિલ્લા કક્ષાએથી તંત્ર દ્વારા આપવાની થતી પરવાનગીઓ, લાયસન્સ, પરમીટ જેવી આવશ્યક બાબતોનું એક લીસ્ટ તૈયાર કરી મહત્તમ સુવિધાઓ ઓન લાઇન કરવાનું સૂચન પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ કલેકટરો-ડી.ડી.ઓ.ને પ્રેરણા આપતાં કહ્યું કે, રૂટિન કામગીરી તો પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ થાય છે. તમારે I.T. સિસ્ટમ, ડેટા કલેકશન, કોમ્પ્યુટર બધા જ અદ્યતન સાધનોના ઉપયોગથી બદલાવ-ચેઇન્જ લાવી નવા નિર્ણયો કરવાની માનસિકતા કેળવવી પડશે. તેમણે દરેક જિલ્લામાં એક તાલુકાને સ્પેશ્યલ કેસ તરીકે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી વિકાસ કામો અને વિવિધ યોજનાઓમાં અગ્રેસર બનાવવા પણ પ્રેરક આહવાન કર્યુ હતું.
 
વિજય રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડના ઇન્ડીકેટર્સના બધા જ ડેટા સમયસર ફિડ થાય તે માટે કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની જવાબદારી તય કરતાં ઉમેર્યુ કે, રિયલ ટાઇમ મોનિટરીંગ અને ડે-ટુ-ડે ડેટા ફિડીંગથી કી ઇન્ડીકેટર્સ જિલ્લાના પરફોમન્સનો આધાર છે તેને વધુ સુદ્રઢ કરવાની આવશ્યકતા છે. તેમણે રાજ્યના લોકહિતમાં લેવાયેલા નિર્ણયોનો યોગ્ય અને સુચારૂ અમલ થાય તેમજ ઝીરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનથી NA પ્રક્રિયામાં હ્યુમન ઇન્ટરફિયરન્સ વિના તથા પેપર લેસ વ્યવસ્થા કરી ૧ માસમાં બધી જ NA પ્રક્રિયા ઓન લાઇન કરવાની બાબતને પ્રાયોરિટી આપવા સૂચનો કર્યા હતા. ૭/૧ર અને ૬ માં ત્વરાએ નોંધ થઇ જાય તેની પણ કાળજી લેવા તાકિદ કરી હતી.
 
વિજય રૂપાણીએ જિલ્લા તંત્રના આ વડાઓ અને તેમની ટીમના પરફોર્મન્સથી જ આમ જનતામાં સરકાર પ્રત્યેની ઇમેજ પરસેપ્શન બનતું હોય છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં ફિલ્ડ વિઝીટ, જનસેવા કેન્દ્રોની કામગીરીનું મૂલ્યાંકન, તલાટીઓની કામગીરી પર નિરીક્ષણ કરીને ફિડબેક મેળવવા તાકિદ કરી હતી.મુખ્યમંત્રીએ આ વર્ષે દુષ્કાળની સ્થિતીમાં ઘાસચારા તથા સબસિડી વિતરણમાં કોઇ જ ફરિયાદ રહિત ઉમદા કામગીરી અને વરસાદની સ્થિતીમાં તંત્રવાહકોએ કરેલી શ્રેષ્ઠ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. 
 
મુખ્યમંત્રીએ એવું પણ સૂચન કર્યુ કે, કલેકટરો-ડી.ડી.ઓની એક ટીમ બને અને મહિનામાં એકવાર સાથે બેસી સુધારાઓ અંગે મનોમંથન કરે. તેમણે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટમાં પાણી, વીજળી, પ્લાસ્ટિકમુકત ગુજરાત, સ્વચ્છતા અભિયાનને અગ્રતા આપવા સાથે STP, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, સોલાર રૂફટોપ, ગ્રીન કવર વધારવા અને ઇન્સ્ટીટયુશનલાઇઝડ ડિલીવરી તથા વ્હાલી દિકરી યોજના, રસીકરણ જેવા અભિયાનોમાં પણ જિલ્લા તંત્રવાહકોને સઘન કાર્યવાહીના સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર પૈસા-નાણાં અને વ્યવસ્થાઓ આપવા તૈયાર છે ત્યારે જિલ્લા તંત્રવાહકો પ્રો-એકટીવ રહી બધા જ જિલ્લા સર્વશ્રેષ્ઠ બને તે દિશામાં કાર્યરત થાય.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બેઠકને સંબોધન કરતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીના સતત મોનિટરીંગને પરિણામે જિલ્લા કલેકટરો-ડી.ડી.ઓ સાથે જીવંત સંપર્ક રહે છે. આના પરિણામે દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ, ભારત સરકારની યોજનાઓમાં ગુજરાત પારદર્શીતા સાથે અમલમાં અગ્રેસર રહ્યું છે. તેમણે રાજ્યમાં રોગચાળો ન વકરે કે વ્યાપક ન બને તે માટે કલેકટરો-ડી.ડી.ઓ સ્થળ મુલાકાતો, સરપ્રાઇઝ વિઝીટ અને રૂટ બદલીને જે તે સ્થળે જાતનિરીક્ષણ માટે જાય તેવી તાકિદ કરી હતી.
નીતિન પટેલે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભ મળે, તે માટે તથા કિસાનોને કેન્દ્ર સરકાર દ્વારા ૬ હજારની અપાતી સહાય માટે ખાતેદારોની નોંધણી થાય તે બાબતે પણ કાળજી લેવા અપિલ કરી હતી.બેઠકના પ્રારંભે મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહે રાજ્ય સરકારની તેમજ પ્રધાનમંત્રીશ્રીની ફલેગશીપ યોજનાઓમાં રાજ્યની પ્રગતિ અને કામગીરીની છણાવટ કરી રાજ્યે જે અગ્રીમ સ્થાન જળવ્યવસ્થાપન સહિતના ક્ષેત્રોમાં મેળવ્યું છે તે જાળવી રાખવા પ્રો-એકટીવ અભિગમની હિમાયત કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

આગળનો લેખ