Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 કરોડની લાલચે જહાજ ઈજિપ્તના બદલે ગુજરાત લવાયું હોવાનો ખુલાસો

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (14:56 IST)
પોરંબદરના દરિયામાંથી કરોડોના ડ્રગ્સ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ડ્રગ્સ પાકિસ્તાનથી લોડ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આ જહાજ ઈજિપ્ત જવાનું હતું. આ દરમિયાન મુંબઈના સુજિત નામના શખસે જહાજના કેપ્ટનનો સેટેલાઈટ ફોન મારફતે સંપર્ક કર્યો હતો. તેના જહાજના માલિકને જહાજ ગુજરાત તરફ વાળવા માટે પાંચ કરોડની ઓફર કરી હતી. જેની લાલચે જહાજ ઈજિપ્તના બદલે ગુજરાતના દરિયામાં વળ્યું હતું.

આ સમગ્ર ડીલ ભાવનગરના દરિયામાં થવાની હતી. આ દરમિયાન જ પોરબંદર પાસે જહાજ પકડાઈ જતાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. આ પ્રકરણમાં મુંબઈના સુજિત સાથે કલકત્તાના બે શખસ ઈરફાન અને વિશાલ પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળે છે. તેમજ તમામની અટકાયત કરીને અમદાવાદ ખાતે ગુજરાત એટીએસની કચેરીમાં લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના દરિયાના ફરીથી ગુનાઇત કામ માટે ઉપયોગ થયો છે. અગાઉ ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ, ૨૬-૧૧ આંતકી હુમલો અને ત્યાર બાદ હવે કરોડો રૂપિયાના ડ્રગ્સ ડીલમાં ગુજરાતના દરિયાનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતનો વિકી ગોસ્વામી વિશ્ર્વનો સૌથી મોટો ડ્રગ ડીલર છે અને તેના કનેક્શન દાઉદ સાથે પણ છે. અગાઉ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેન્ડ્રેક્સ કૌભાંડમાં પણ વિકી ગોસ્વામીનું કનેક્શન ખુલ્યું હતું. પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં મુંબઈ અને કલકતાના ત્રણ શખસની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ શખસો ડ્રગ્સના રિસીવર કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ સેટેલાઇટ ફોન અને આઇબીએ આંતરેલા મેસેજના આધારે પણ સેન્ટ્રલ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ ડ્રગ્સના કારોબારમાં અવારનવાર રિસિવર અને પ્રોડક્શન માટે ગુજરાતનો ઉપયોગ થયો હોવાનું તપાસ એજન્સી સમક્ષ ખૂલ્યું છે. આ સમગ્ર કેસમાં પણ ગુજરાતમાંથી કોઇ રિસિવર છે કે ગુજરાતનો ઉપયોગ કરીને અન્ય રાજ્યોમાં ડ્રગ્સ મોકલવાનું છે. ગુજરાત એટીએસના અધિકારીના જણાવ્યા અનુસાર હજી સુધી અટકાયત કરેલા શખસોની પૂછપરછમાં ગુજરાતનું કનેક્શન બહાર આવ્યું નથી, પરંતુ અટકાયત કરેલા શખસોની પૂછપરછ કરવામાં આવી છે આ સમગ્ર પ્રકરણની તપાસ હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કરવામાં આવશે. બીજી તરફ ગુજરાત કનેક્શન અને ડ્રગ્સની ડીલ બાબતે છેલ્લા ઘણાં સમયથી ગુજરાતના માર્ગનો ઉપયોગ થતો હોવાનું અનેક તપાસોમાં બહાર આવ્યું છે. જેથી હવે તે દિશામાં પણ પૂછપરછ કર્યા બાદ જ ચોક્કસ માહિતી મળી શકે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments