Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ઉમરગામમાં 13 ઇંચ વરસાદથી હાઇવે જામ

Webdunia
સોમવાર, 8 જુલાઈ 2019 (11:30 IST)
વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગે આખા જિલ્લાને ઘમરોળી નાંખ્યો છે, ઉમરગામ, વલસાડ, વાપી પારડી, કપરાડા ભારે વરસાદને કારણે જળબંબાકાર થઇ ગયા હતા, હાઇવે પર પાણી ભરાવાને કારણે રવિવારે સવારથી બપોરે સુધી લાંબો જામ લાગ્યો હતો. રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પર અસર પડી હતી. મોટાભાગની ટ્રેન 2થી 3 કલાક મોડી ચાલતી હતી. મધુવન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂર આવતા અનેક ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. 
વલસાડ જિલ્લાના વાંકલ ગામ નજીક વણજાર ખાડી પરનો એક બાંધકામ હેઠળનો પૂલ તૂટી પડ્યો અનેક નદીઓ ગાંડીતુર બની હતી. નવસારી જિલ્લામાં ગણદેવી, ચીખલી, ખેરગામ,વાસંદામાં પણ ભારે વરસાદ હતો. ખેરગામમાં 10 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં વઘઇમાં 5 ઇંચ વરસાદ પડયો હતો. વલસાડ જિલ્લાા ઉમરગામમાં 13 ઇંચ, વાપી 11 ઇંચ, કપરાડા 11 ઇંચ, વલસાડ 8 ઇંચ, ધરમપુર- પારડી 7-7 ઇંચ વરસાદ પડયો હતો.

ભારે વરસાદને પગલે વલસાડ,વાપી,પારડી ઉમરગામ કપરાડા તેમજ સંઘપ્રદેશ દમણ-સેલવાસના   ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. વાપીના ગુંજન વિસ્તાર, વાપી નવો રેલવે અન્ડરબ્રીજ, વાપી ચણોદ, વાપી જલારામ મંદિર, ચલા મુકતાનંદ માર્ગ તેમજ વલસાડ છીપવાડ કપરાડા અંતરિયાળ વિસ્તરોમાં પાણી ભરાતા સૌ કોઈ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં 

મધુડેમ ભયજનક સપાટીએ પહોંચતાના સાત દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા કાંઠા વિસ્તારના ગામોને તંત્રએ એલર્ટ જાહેર કર્યા છે જયારે ઉમરગામ તાલુકા ના મોહનગામ ફાટક ને.હા.48 ઉપર વાપી થી મુંબઇ તરફ જતા માર્ગ પર રવિવાર ના રોજ વરસાદી પાણી વહેતા થયા હતા.જેના લીધે વાહનો ને એક ટ્રેક પરથી પસાર કરાતા વાહનો ની લાંબી કતારો લાગી હતી.
વલસાડમાં બનાવવામાં આવેલા મધુબન ડેમમાં ૨,૧૦,૬૫૪ ક્યુસેક પાણીની આવક  થવાને કારણે ડેમના ૭ દરવાજા ૫.૨૦ મીટરે ખોલી દેવામાં આવ્યા હતા. ડેમમાંથી 15 હજાર ક્યૂસેકથી વધારે પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવતાં નદી બે કાંઠે વહેતી થઇ હતી. દમણગંગા નદીમાં પૂરને કારણે શોપીંગ મોલ, દુકાનો, રસ્તા પર પાણી ફરી  વળ્યા હતા.દમણગંગામાં પૂર આવતાં જિલ્લા પ્રશાસને નદીના કિનારે ન જવાની લોકોને ચેતવણી આપી છે.


વલસાડ જિલ્લાના વાંકલ ગામ નજીક વણજાર ખાડી પરનો એક બાંધકામ હેઠળનો પૂલ તૂટી પડ્યો  હતો.આ પૂલ વાંકલ અને ફલધરા ગામોને જોડતો હતો. 
ભિલાડ ચેક પોસ્ટ નજીક હાઈ વે પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હતા. વાપી મુંબઈ હાઈ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે બપોર બાદ ટ્રાફીક હળવો થયો હોવાનું જાણવા મળ્યું હતું.
વલસાડમાં આવેલી ઔરંગા નદી સવારે 10 વાગ્યા સુધીમાં અતિ ભયજન કહી શકાય તેવી 4.9 મીટરની સપાટીએ પહોંચી હતી. જેથી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં એક ફૂટથી લઈને વધુ પાણી ઘુસી ગયા હતાં.
વાપીમાં એકધારા વરસી રહેલા વરસાદના પગલે ભારે હાલાકી સર્જાઈ છે. વાપી બિલખાડી ઓવરફલો થતાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. ગોડલનાગર રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે હાઇવે પર પાણી ભરાયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

અમદાવાદમાં બનશે Imagicaa Entertainment Park રિવરફ્રંટની શોભા વધી જશે

શું બજરંગ પુનિયાનુ કરિયર ખત્મ થઈ ગઈ જાણો શા માટે ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા,

Maharashtra Next CM: એકનાથ શિંદે બનવા માંગે છે ગૃહમંત્રી ? CM પદની રેસ વચ્ચે કરી દીધી નવી ડિમાંડ

આગળનો લેખ
Show comments