Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોતાના રૂમમાં ફાંસી પર લટકીને વહુએ આપ્યો જીવ, સાસરીવાળા બનાવી રહ્યા હતા વીડિયો

Webdunia
મંગળવાર, 13 એપ્રિલ 2021 (09:18 IST)
ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં એક પરણિતાએ બંધ રૂમમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી. નવાઈની વાત તો એ છે કે ઘટના સમયે મૃતકાના સાસરીવાળા નવવિવાહિતાને બચાવવાને બદલે રૂમની બહારથી આત્મહત્યાનો વીડિયો બનાવતા રહ્યા. તેમણે આત્મહત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. 
 
ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોચી અને મૃતદેહનુ પંચનામુ ભરીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યુ. બીજી બાજુ મૃતકાના પરિજનોએ સાસરિયા પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે સાસરિયા પક્ષ પર દહેજ હત્યાનો આરોપ લગાવતા પોલીસ મથક પર લેખિત અરજી આપી છે. ફરિયાદ મળતા પોલીસે સાસરી પક્ષના અનેક લોકો પર કેસ નોંધ્યો છે અને બે લોકોની ધરપકડ કરી છે. 
 
આ ઘતના મુજફ્ફરનગરના છપાર પોલીસ મથકના ક્ષેત્રના દતિયાના ગામનો છે. જ્યા કોમલ નામની વિવાહિતાએ બંધ રૂમમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી. એવુ કહેવાય રહ્યુ છે કે મૃતક કોમલ શાહપુર પોલીસ ક્ષેત્રના પલડી ગામની રહેનારી છે. કોમલના લગ્ન બે વર્ષ પહેલા દતિયાના ગામના આશીષ સાથે થયા હતા. 
 
મૃતક કોમલના પરિજવારના લોકોનો આરોપ છે કે લગ્ન પછીથી જ મૃતકાના સાસરીવાળા દહેજ માંગતા હતા અને મૃતક કોમલ સાથે મારપીટ કરતા હતા. આ કારણે રવિવારે કોમલે કંટાળીને રૂમમાં ફાંસી લગાવી લીધી. 
 
આટલુ જ નહી ઘટના સમયે સાસરીવાળા પક્ષના લોકો રૂમની બહાર પરિણિતાના આત્મહત્યાનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. ઘટના પછી મૃતકાના પિયર પક્ષે સાસરી પક્ષ પર દહેજ હત્યાનો આરોપ લગાવ્યો છે. સઆથે જ પિયર પક્ષે સાસરીપક્ષ પર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.. 
 
મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મૃતદેહને લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. બીજી બાજુ પોલીસે સાસુ અને સસરાની ધરપકડ કરતા આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. એસપી સિટી અર્પિત વિજયવર્ગીયનુ કહેવુ છે કે પોલીસ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. જલ્દી મામાલોનો ખુલાસો થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments