Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weather update- રાજ્યમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના, અમદાવાદમાં મંગળવારથી ગરમી વધવાની શક્યતાઓ

Webdunia
સોમવાર, 4 ઑક્ટોબર 2021 (10:04 IST)
આજે અને આવતી કાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવાની સંભાવનાઓ
 
ગુજરાતમાં કુલ 31.44 ઈંચ સાથે હવે મોસમનો સરેરાશ 95 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારથી રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી. હવામાન વિભાગના મતે સોમવારે અમદાવાદ-અમરેલી-પંચમહાલ-દાહોદમાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવા સાથે જ્યારે મંગળવારે તાપી-ડાંગ-નર્મદા-નવસારી-વલસાડ-દાદરા નગર હવેલીમાં 30 થી 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં મંગળવારથી ગરમી-ઉકળાટ વધશે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી વધે તેવી સંભાવના છે.
 
છેલ્લા 24 કલાકમાં માત્ર 36 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી ગયું છે. ગુલાબ અને શાહિન વાવઝોડાનો ખતરો ગુજરાતના માથેથી દૂર થઈ જતાં હવે વરસાદની સંભાવનાઓ ઓછી થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરપાડા, અંકલેશ્વર, કરજણ, ઝાલોદ, હાંસોટ અને દાહોદમાં 25 મિ.મીથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્રમાં 113 અને કચ્છમાં સીઝનનો 111 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 93 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની 29 ટકા જેટલી ઘટ છે. અહીં 71 ટકા વરસાદ આ સીઝન દરમિયાન પડ્યો છે.
 
14 જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ
ગુજરાતમાં  જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
 
અન્ય 14 જિલ્લા એવા છે, જ્યાં 35%થી ઓછી ઘટ
રાજ્યમાં 14 જિલ્લા એવા છે, જ્યાં 35%થી ઓછી ઘટ છે, જેમાં 33% સાથે દાહોદ-તાપી-અરવલ્લી સૌથી વધારે ઘટ ધરાવે છે. આ સિવાય સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, સાબરકાંઠા, પાટણ, નવસારી, મહેસાણા, મહીસાગર, ખેડા, ગાંધીનગર, ડાંગ, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લા છે, જ્યાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના 251માંથી 59 તાલુકામાં 40 ઈંચથી વધુ, 129 તાલુકામાં 19.72થી 39.37, 61 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ વરસાદ નોંધાયો છે. માત્ર બે તાલુકા એવા છે, જ્યાં વરસાદ 4.69 ઈંચથી 9.84 ઈંચ વચ્ચે છે. સૌથી વધુ વરસાદ નોંધાયો હોય એવા જિલ્લામાં 90 ઈંચ સાથે વલસાડ મોખરે, 61.18 ઈંચ સાથે નવસારી બીજા અને 55.19 ઈંચ સાથે સુરત ત્રીજા સ્થાને છે.
 
અમદાવાદ જિલ્લામાં વરસાદથી ડાંગરને પાકને સૌથી વધુ નુકસાન
નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, ધોળકા તાલુકાના કેટલાંક ગામોમાં ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે. જિલ્લાના નવ તાલુકા બાવળા, દસ્ક્રોઇ, ધંધુકા, ધોલેરા, ધોળકા, દેત્રોજ, માંડલ, સાણંદ અને વિરમગામ તાલુકામાં ઊભા પાકને કેટલું નુકસાન થયું છે, તેની જાણકારી માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સરવે થઈ રહ્યો છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments