Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમસ્યાને હળવી ના માનો. મૂળ સુધી પહોંચો અને કાયમી નિરાકરણ કરોઃ ડૉ. વિક્રમ સારાભાઈ

Webdunia
સોમવાર, 30 ડિસેમ્બર 2019 (10:30 IST)
દેશના સ્પેસ પ્રોગ્રામના પ્રણેતા વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની આજે તા. 30  ડિસેમ્બર 48 મી પુણ્યતિથિ  છે ત્યારે ફ્રાન્સના વિખ્યાત ભૌતિકવિજ્ઞાની પીએરે ક્યુરીના શબ્દો સ્મરણીય બને છે ''ડો. વિક્રમ સારાભાઈની દ્રષ્ટિ જીવનને એક રળિયામણું સપનું બનાવવાની અને એને વસ્તવિક રૃપમાં ઢાળવાની રહી છે. એમણે અનેક લોકોને સ્વપ્ન જોતા અને એને વાસ્તવિકતામાં પલટવા માટે કામમાં ખૂંપી જતા કર્યા. આનું જીવતું - જાગતું ઉદાહરણ એટલે ભારતના સ્પેસ પ્રોગ્રામની સફળતા.''
 
તા.૧૨ ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ જન્મેલા ડૉ. વિક્રમ સારાભાઈએ કેમ્બિરજ યુનિવર્સિટીમાંથી કોસ્મિક રેઝ વિષેના સંશોધન બદલ ડૉક્ટરની પદવી મેળવી હતી. એ પછી એમને ગાઈડ તરીકે રાખીને ૧૯ વિદ્યાર્થીઓએ પોતાનું પીએચ.ડી.નું કાર્ય સફળ બનાવ્યું. એમણે ૮૬ રીસર્ચ પેપર લખ્યા હતા.
 
અર્થ શાસ્ત્ર અને મેનેજમેન્ટમાં અનુપમ સૂઝબૂઝ ધરાવતા ડો. વિક્રમ સારાભાઇને યુવાનોની ક્ષમતામાં સહુથી વધુ વિશ્વાસ હતો. આથી જ તેઓ યુવાવર્ગને તક આપવા સદા તત્પર રહેતા. એટલું જ નહિ, એમણે કામ કરવાની પૂરી આઝાદી પણ આપતા નવી પેઢીને એમનો સંદેશો છે ઃ કોઇપણ સમસ્યાને કદી હળવી ના માનો. એના મૂળ સુધી પહોંચો અને એનું કાયમી નિરાકરણ કરો.
 
ભારતમાં સેટેલાઇટ ટીવી પ્રસારણની પ્રગતિ માટે પાયાનું કામ કરનારા ડો. વિક્રમ સારાભાઇએ દેશમાં વૈજ્ઞાાનિક શિક્ષણની આગેકૂચ માટે અમદાવાદમાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૃ કર્યું. અમદાવાદમાં જ અટિરા અને આઇઆઇએમની સ્થાપનામાં એમણે મહત્વપૂર્ણ યોગદાન કર્યું હતુ.
 
પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના ગુરૃ એવા ડો. વિક્રમ સારાભાઇનું તા.૩૦ ડિસેમ્બર, ૧૯૭૧ના દિવસે માત્ર ૫૨વર્ષની નાની વયે નિધન થયુ. એમની વૈજ્ઞાાનિક કામગીરી આજે પણ નવી પેઢી માટે પ્રેરણારૃપ છે.

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments