Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયુ વાવાઝોડાની અસર : 37 તાલુકાઓમાં અડધાથી બે ઇંચ વરસાદ

વાયુ વાવાઝોડાની અસર
Webdunia
ગુરુવાર, 13 જૂન 2019 (12:38 IST)
રાજ્યમાં વાયુ વાવાઝોડાના પગલે ચોમાસાના પગરણ થયા છે. સવારે ૮.૦૦ વાગે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૭ તાલુકાઓ એવા છે કે જ્યાં ૧૨ મી.મી. એટલે કે અડધા ઇંચથી લઇને ૪૫ મી.મી. એટલે કે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.  રાજ્યના કુલ ૧૦૮ તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદની ઝલક જોવા મળી છે. 
 
રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે સવારે ૮.૦૦ વાગે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાઓના ૧૦૮ તાલુકામાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. વરસાદની જિલ્લાવાર માહિતી જોઇએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ૪૫, સરસ્વતી તથા હારિજમાં ૧૬, પાટણમાં ૧૮, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ૩૩, પાલનપુરમાં ૧૭, દિયોદરમાં ૧૪, દાંતા અને ડિસામાં ૧૨-૧૨, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ૪૩, હિંમતનગરમાં ૩૪, ઇડરમાં ૨૨, ખેડબ્રહ્મામાં ૨૧, તલોદમાં ૨૧, વડાલીમાં ૧૮ અને ૧૬ મી.મી., મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ૩૮, વિસનગરમાં ૩૬, વડનગરમાં ૨૧, મહેસાણામાં ૨૨ અને ઉંઝામાં ૧૧ મી.મી., અરવલ્લી જિલ્લાના બાયડમાં ૩૩ મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસામાં ૩૩ અને કલોલમાં ૨૪ મી.મી. વરસાદ નોંધાયો છે. 
 
સૌરાષ્ટ્રમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં કચ્છ જિલ્લાના લખપતમાં ૧૬ મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ૨૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૧૨ મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં ૨૦ મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૨૫ મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૧૪ મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૧૨ મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૧ મી.મી. તથા જામનગર તાલુકામાં ૨૬મી.મી. વરસાદ નોંધાયો છે. 
 
આ સાથે રાજ્યના મધ્ય તથા દક્ષિણ ગુજરાતની વરસાદની સ્થિતિ વિશે માહિતી મેળવી લઇએ. ખેડા જિલ્લાના કઠલાલમાં ૧૩ મી.મી., તાપી જિલ્લાના ઉચ્છલમાં ૨૭ મી.મી. અને સોનગઢમાં ૧૫ મી.મી., જ્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૩૮ મી.મી. વરસાદ વરસ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments