Webdunia - Bharat's app for daily news and videos

Install App

450 સ્વસ્થ વ્યક્તિઓએ કોરોના વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ મેળવ્યો, એકપણને આડ અસર નહી

Webdunia
શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (17:51 IST)
કોરોનાકાળ દરમિયાન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કામગીરી વિશે સંતોષ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કહ્યુ કે કોરોનાકાળમાં સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. તેઓએ ઉમેર્યુ કે કોરોનાકાળમાં સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા આરોગ્યને લગતી તમામ પ્રકારની કામગીરી સુચારૂ પણે સંચાલન કરવામાં આવી છે. રાજ્યની કોઇ પણ સરકારી હોસ્પિટલને આરોગ્ય સેવાઓને લગતી જરૂરિયાત ત્વરિત સંતોષવામાં આવી છે.
 
સરકારી હોસ્પિટલમાં વેન્ટીલર, ઓક્સિજન ટેક સહિતના કોઇપણ પ્રકારની ઉપકરણની જરૂરિયાત ઉભી થઇ હોય તેને જલ્દી થી જલ્દી આરોગ્ય વિભાગ તરફથી દર્દીઓની સારવાર અર્થે ઉપલ્બધ કરાવવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં આ તમામ સુવિધાઓના કારણે જ અને આરોગ્ય વિભાગના સંકલન થી મોટા પ્રમાણમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ શ્રેષ્ઠ સારવાર મેળવીને્ સ્વગૃહે પરત ફર્યા છે તેમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
 
નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે  વિગતવાર માહિતી આપતા જણાવ્યુ કે સોલા સિવિલ હોસ્પિટલમા કોરોનાકાળમાં આજ દિન સુધી ૧૪,૨૨૩ દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે જેમાંથી ૧૩ હજારથી પણ વધુ દર્દીઓ સંપૂર્ણ પણે સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફર્યા છે. આ ૧૪,૨૨૩ દર્દીઓમાંથી ૧૨,૭૨૨ દર્દીઓના કોરોના ટેસ્ટીંગ માટે સેમ્પલ લઇને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૬૬૪૦ દર્દીઓ પોઝીટીવ આવ્યા હતા. પોઝીટીવ આવેલા દર્દીઓમાંથી મોટા ભાગના દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર  મેળવી સંપૂર્ણપણે સાજા થઇ પોતાના ઘરે પરત ફર્યા છે.
 
સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન વેન્ટીલેટર થી લઇને તમામ પ્રકારના અત્યાધુનિક ઉપકરણો, તેમજ અન્ય પ્રકારની સ્વાસ્થ્ય સારવારને લગતી  તમામ જરૂરિયાત સંતોષવામાં આવી છે. ભારત બાયો ટેક કંપની દ્વારા બનેલ કોરોના વેક્સિનની ટ્રાયલ વિશે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલે કહ્યુ કે અમદાવાદ ની સોલા સિવિલ હોસ્પિટલ ને  ભારત બાયો ટેક કંપની માંથી બનેલ કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે.
 
પ્રથમ ટ્રાયલ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ૫૦૦ વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા હતા. સ્વંયભુ વેક્સિન ટ્રાયલ લેવા ઇચ્છતા સંપૂર્પણે સ્વસ્થય વ્યક્તિઓ, યુવાનોને આ વેક્સિન ટ્રાયલની પ્રથમિક પ્રસંદગી કરવામાં આવી હતી. જેમાંથી ૪૫૦ જેટલા વ્યક્તિઓને વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ ૪૫૦ વ્યક્તિઓમાંથી એક પણ વ્યક્તિને વેક્સિન ટ્રાયલની આડઅસર થવાનો કેસ નોંધાયો નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments