Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની રોપડા ગામની સરકારી શાળામાં અનોખી પહેલ: સાયન્સ સીલિજ લેબ બનાવી

Webdunia
શુક્રવાર, 20 મે 2022 (13:25 IST)
અમદાવાદ શહેરના છેવાડે આવેલા રોપડા ગામમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રૂચિ વધે તે હેતુથી જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળાએ અનોખી પહેલ કરી છે. આ શાળાના આચાર્ય દ્વારા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન વિચાર સાથે સમન્વય સાધીને વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય તે હેતુથી આ લેબને તૈયાર કરવામા આવી છે.વિદ્યાર્થીઓ સ્વગતિએ આગળ વધી શકશે: શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં અઘરી લાગતી બાબતો અને પ્રશ્નોની માહિતી આ લેબમાં પ્રાયોગિક માધ્યમથી મેળવી શકશે.

વિધાર્થીઓ પોતાની જાતે જ રોબોટિક્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ફિઝિકલ કોડીંગ પણ શીખી પોતાની સ્વગતિએ આગળ વધી શકશે તે પ્રમાણે આ લેબને તૈયાર કરાઇ છે. જેનો લાભ વિદ્યાર્થીઓ વેકેશનમાં પણ લઇ રહ્યા છે.શાળાના આચાર્ય નિશિથ આચાર્ય આ લેબ માત્ર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જ નહીં, ગામમાંથી અભ્યાસ કરતા કોઈ પણ વિધાર્થીઓ માટે ઉપયોગી રહેશે અને તેઓને આગળ વિજ્ઞાન વિષય શીખવા સમજવા માટે ઉપયોગી થશે. આ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમયાંતરે લેબ ટેક્નીશિયન દ્વારા તાલીમ પણ આપવામાં આવશે.આ લેબનો મહત્તમ ઉપયોગ કરી ગામના-શાળાના વિદ્યાર્થીઓ આગળ વધે અને પોતાનું તથા ગામનું નામ રોશન કરી આગળ વધે તે એક જ ધ્યેય છે. શાળાના સમય બાદ પણ ગામનો કોઈ પણ વિદ્યાર્થી આ લેબનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામા આવી છે. દસક્રોઇ તાલુકાનુ આ પ્રથમ ગામ છે જ્યાં આ પ્રકારની ચાર લાખ રૂપિયાના ખર્ચે સાયન્સ લેબને તૈયાર કરવામા ચાલી છે. આચાર્યએ અંગત રસ લઈ પોતાના આ પ્રકારની સાયન્સ લેબ બનાવી અન્ય શાળાઓને પ્રેરણા આપી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments