Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવધાન ઈંડિયા ફેમ બે ટીવી અભિનેત્રીની મુંબઈ પોલીસે કરી ધરપકડ, મિત્રના ઘરમાં ચોરીનો આરોપ

Webdunia
શુક્રવાર, 18 જૂન 2021 (12:46 IST)
ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઈંડિયા જેવા ટીવી શોમાં કામ કરનારી બે અભિનેત્રીઓની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ બંને પર તેમના દોસ્તના ઘરેથી ત્રણ લાખ 28 હજાર રૂપિયાની ચોરીનો આરોપ છે. જાણવા મળ્યુ  છે કે લોકડાઉનને કારણે સીરીયલનું શૂટિંગ બંધ થવાને કારણે બંનેને પૈસાની તંગીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમનો એક મિત્ર આરે કોલોનીમાં પેઇંગ ગેસ્ટ ચલાવે છે, તે બંને થોડા દિવસો પહેલા ત્યાં રહેવા આવી હતી.  ત્યાં પહેલેથી જ એક પેઇંગ ગેસ્ટ રહેતી હતી, જેના લાખો રૂપિયા ચોરીને બંને ત્યાથી ભાગી ગઈ હતી. ગોરેગાંવ પૂર્વની આરે પોલીસે બંને અભિનેત્રીઓની ધરપકડ કરી છે.
 
ઉલ્લેખનીય છે કે આ મામલો ત્યારનો છે જયારે આરે કોલોનીના રોયલ પામ વિસ્તારમાં સ્થિત એક પૉશ બિલ્ડિંગમાં રહેનારી વ્યક્તિના ઘરે 18 મે ના રોજ આ બંને અભિનેત્રી પેઈંગ ગેસ્ટ બનીને ગઈ હતી. એ દરમિયાન એ ઘરમાં પહેલાથી જ પેઈંગ ગેસ્ટના રૂપમાં રહેતી વ્યક્તિના લોકઅપમાં મુકેલા 3 લાખ 28 હજાર રૂપિયા લઈને ત્યાથી ભાગી ગઈ.  પેઈંગ ગેસ્ટ દ્વારા આરે પોલીસને આશંકા બતાવતા ટીવી અભિનેત્રી સુરભિ સુરેન્દ્ર લાલ શ્રીવાસ્તવ (25) અને મોસિના મુખ્તર શેખ (19) પર તેણે પોતાના પૈસા ચોરી કરવાની વાત કરી.  પોલીસે તપાસ દરમિયાન સોસાયટીના આંગણમાં લાગેલા સીસીટીવીના ફુટેજ ચેક કર્યા ત્યારે બંને બહાર જતી જોવા મળી.  મામલો સામે આવ્યા પછી બંનેની પૂછપરછ થઈ, પણ બંનેયે મૌન સેવ્યુ હતુ/  જ્યારે પોલીસે બંનેને સીસીટીવી ફુટેજ બતાવ્યા જએમા પોટલી લઈ જતી સ્પષ્ટ રૂપે દેખાય રહી હતી ત્યારે તે બંને ભાંગી પડી અને ગુનો કબૂલ કર્યો. આરે પોલીસે તેમની પાસેથી ચોરી કરેલા 60 હજાર રૂપિયા જપ્ત કર્યા છે. બંનેને કોર્ટમાં રજુ કરવામાં આવી. કોર્ટે બંનેને 23  જૂન સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments