Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશના 20 શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્માર્ટ સિટીઝમાં અમદાવાદ પ્રથમ ક્રમે

Webdunia
મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (17:48 IST)
100માંથી કેટલાક સિલેક્ટ કરવામાં આવેલા સ્માર્ટ સિટીઝ પાછળ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીનું અમૃતસર માર્ગદર્શન કરશે અને અમદાવાદ મિશન હેઠળ પ્રોજેક્ટને લાગૂ કરવામાં ચંદીગઢની મદદ કરશે. 
 
આંતરિક રેન્કીંગ અનુસાર અમદાવાદ (પ્રથમ ક્રમ), સુરત, વડોદરા, ભોપાલ, ઇન્દોર, રાંચી, નાગપુર, તિરૂપ્પર, કાનપુર, વિશાખાપટ્ટનમ, વેલ્લોર, નાસિક, આગરા, વારાણસી, દવણગેરે, કોટા, પુણે, ઉદયપુર, દેહરાદુન અને અમરાવતી 20 સર્વશ્રેઠ શહેર છે. 
 
એક અધિકારીએ કહ્યું કે 20-20 ફોર્મૂલા હેઠળ રાંચી અને પુણે ક્રમશ: શિમલા અને ધર્મશાળાની સાથે મળીને કામ કરશે અને પોતાના પ્રદર્શનને સારુ બનાવવા માટે તેમની સાથે વિચાર શેર કરશે. મંત્રાલયે તેના માટે એડવાઇઝરી જાહેર કરી છે અને 20 સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શહેરો અને 20 નીચલા શહેરોને 20 ફેબ્રુઆરી પહેલાં એક કરાર પર સહી કરવા માટે કહ્યું છે. અધિકારીઓના અનુસાર શહેરોને એક સમાન ક્ષેત્ર અને સંસ્કૃતિવાળા લોકો સાથે જોડવામાં આવશે. 
 
તેમણે કહ્યું કે ઉદાહરણ માટે વારાણસી, એક પવિત્ર શહરને વધુ એક પવિત્ર શહેર અમૃતસરની સાથે જોડવામાં આવ્યું છે, જેને મિશન હેઠળ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાની આવશ્યકતા છે. 2015માં શરૂ કરવામાં આવેલું સ્માર્ટ સિટીઝ મિશન, એક એવા શહેરના સર્વાગીણ વિકાસને સુનિશ્વિત કરવાનો ઉદ્દેશ્ય છે, જેમાં તેના નાગરિકો માટે સુવિધાઓ છે. વિશાખાપટ્ટનમ અને સુરત દીવ અને શરણપુરને ક્રમશ: પોતાના પ્રદર્શનને સારું બનાવવામાં મદદ કરશે, જ્યારે ભોપાલ મિઝોરમની રાજધાની આઇલોઝ સાથે પોતાના વિચારો શેર કરશે. 
 
સ્માર્ટ સિટીઝ મિશન નિર્દેશાલયના અધિકારીએ કહ્યું કે પ્રોજેક્ટના ઝડપી અમલ અને અહેવાલોનું પાલન સુનિશ્વિત કરવા માટે સિસ્ટર શહેરોને 20 ફેબ્રુઆરી પહેલાં  એક કરાર પર સહી કરવી પડશે. સિસ્ટર સિટીઝ નિચલા 20 શહેરોના રેન્ક અને પ્રદર્શનને વધારવા માટે પોતાની જાહેરાતના દિવસે 100 દિવસોનો પડકાર કાર્ય કરશે. મિશન હેઠળ 100 પસંદ કરાયેલ સ્માર્ટ સિટીને 5151 પ્રોજેક્ટની ઓળખ છે, જેમના અમલીકરણ માટે 2,05,018 કરોડ રૂપિયાનો ખર્ચ છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments