Webdunia - Bharat's app for daily news and videos

Install App

શોપિંગ મોલ કરતાં અહીં 60 ટકા સસ્તી મળે છે વસ્તુઓ, લિનનના શર્ટની કિંમત માત્ર આટલી

Webdunia
બુધવાર, 25 મે 2022 (00:04 IST)
કરકસર એ ગુજરાતીઓની ઘણી પૈકીની એક વિશેષ ઓળખ છે. કમાયેલા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો ગુજરાતીઓનો સહજ સ્વભાવ છે. એટલે જ સસ્તી અને સારી વસ્તુની ખરીદી કરવી એ આ મહાજાતિની આદત છે. આ આદતનો પોષણ આવે એવી એક તક વડોદરા પાસે આવી પડી છે. શહેરના નવલખી મેદાનમાં ચાલી રહેલા શક્તિ મેળામાં એકદમ સસ્તી અને ટકાઉ ઘરવખરી વસ્તુઓ મળી છે. એ મેળામાં એક લટાર મારો તો તમને ખ્યાલ આવ્યા વિના રહે નહી કે સામાન્ય રીતે મોલ્સમાં મળતી વસ્તુના ભાવની સાપેક્ષે શક્તિ મેળામાં ૬૦ ટકા જેટલી ઓછી કિંમતે મળી રહી છે.  
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા નવલખીના મેદાનમાં શક્તિમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ૧૪૦ જેટલા સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુનું વેચાણ થઇ રહ્યું છે. જેમાં ગુજરાતભરના સખી મંડળની બહેનો પોતાના ઘરે બનાવેલી વસ્તુઓ અદ્દભૂત છે.
 
જેમકે, તમે કોઇ સારી બ્રાંડનો લિનનનો શર્ટ ખરીદો તો સહેજે રૂ. ૨૫૦૦થી ૩૦૦ હજાર તો ચૂકવવા પડે ! હવે અહીં શક્તિ મેળામાં પોલીવસ્ત્રનો શર્ટ માત્ર ૨૫૦થી ૩૦૦નો મળે છે. એ પણ પસંદગીના કલરમાં ! અને આમેય પોલીવસ્ત્ર તો લિનનને પણ ટક્કર આપે એવું હોય છે. પહેરવાની મજ્જા આવે એવું !
 
એવું મહિલાના વસ્ત્રોમાં પણ છે. સામાન્ય રીતે બ્રાન્ડેડ અને પસંદગીના પ્રકારમાં એક કુર્તી તમને રૂ. ૧૦૦૦-૧૫૦૦માં કે તેથી વધુ પડતી હોય છે. આવી જ કુર્તી તમને માત્ર રૂ. ૪૦૦ કે ૫૦૦માં મળી જાય. ખાદીની કૂર્તિ, કફની તો ૮૦ એમએમના દોરાથી, હાથવણાટથી બની હોય છે. કોઇ પણ પહેરે એટલે વટ પડે ! અનેક સ્ટોલ્સમાં આવા વસ્ત્રોની વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે.
 
મહિલાઓ માટે શ્રૃગાંરિક આભૂષણોની તો શક્તિમેળામાં અનેક સ્ટોલ્સ જોવા મળે છે. એમાં સુરતના એક સખી મંડળનો સ્ટોલ તો વિશેષ છે. જેમાં પેચવર્ક માટેની વિવિધ વિકલ્પો આપે છે. ખાસ કરીને નવરાત્રિમાં ગરબે રમવા માટે પહેરવામાં આવતા ચણિયા ચોળી માટે કબજા પાછળ સરળતાથી લગાવી શકાય એવા ચિત્રો, મિરરવાળા કાપડના પટ્ટા, કાનની બૂટ્ટી, ઝૂલણા સહિતની વસ્તુઓ તો ખાસ ખરીદવા લાયક છે. તમને બજારમાં જે વસ્તુ રૂ. ૮૦૦માં મળે એ અહીં માત્ર રૂ. ૪૦૦માં જ મળી રહે છે. વિશેષ વાત તો એ છે કે, આ વસ્તુઓ વિધવા બહેનો દ્વારા બનાવવામાં આવે છે. એવી જ રીતે તમને એક કારીગર માત્ર રૂ. ૪૦માં ધાતુનું બ્રેસલેટ બનાવી આપે ! ચર્મકામમાં ચપ્પલ, મોજડી, પર્સ, બૂટ પણ સરસ અને સસ્તા છે.
 
મહિલાઓ દ્વારા ઉત્પાદિત શરબત, અથાણા, પાપડ, મુખવાસ, મસાલા પણ જોરદાર છે. સુરતનું એક યુગલ તો કાશ્મીરી ખાદ્યવસ્તુઓનું વેલ્યુ એડિશન કરીને વેંચી રહી છે. જેમકે, તમે ક્યારેય કીવી ફળનું પ્રિઝર્વેશન જોયું નહીં હોઇ. આ યુગલે કીવી ફળનું વેલ્યુ એડિશન કરીને વેંચી રહ્યું છે. એમની પાસે કાશ્મીરી કેસર પણ છે. આ યુગલ પાસે એક વિશેષ વસ્તુ મળી રહી છે. એ છે કાશ્મીરી બદામ ! આપણે જે બદામ ખાઇએ છીએ એના કરતા કાશ્મીરી બદામ વધુ તૈલી અને પોષક તત્વો ધરાવે છે. આ ઉપરાંત, કોલેસ્ટ્રોરલની સમસ્યામાં ફાયદાકારક એવું કાશ્મીરી લસણ, ચેરી, ક્રોનબેરીઝ વસ્તુઓ લઇ આ યુગલ શક્તિમેળામાં આવ્યું છે.
 
જંગલમાં રખડીને લાવવામાં આવેલી વિવિધ ઔષધિઓ, ઓસડિયા પણ આ મેળામાં મહિલાઓ વેંચી રહી છે. સાથે, ક્યાં દર્દીમાં ક્યું ઔષધ, કેવી રીતે લેવું એ બાબત આ આદિવાસી મહિલાઓ શીખવી રહી છે. ઘર માટેના પરદા, પિલોકવર, પટોળા, દુપટ્ટા તો ખરા જ!
 
તમને એમ થતું હશે તે એટલું સસ્તુ કેવી રીતે મળે છે ? તો તેનો જવાબ છે કે, આ કારીગરો માર્કેટિંગ કરતા નથી. ઉત્તમ વસ્તુઓનું પેકેઝિંગ સામાન્ય હોય છે. એટલે એના કોઇ વધારાના ખર્ચ થતાં નથી. વળી, ઉત્પાદનોની ગુણવત્તાની ખાતરી પણ ખરી જ !

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments