વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસી સહિત અંડર ગ્રેજ્યુએટ કોર્સ પહેલાં વર્ષની પ્રવેશ પ્રક્રિયા 21 જૂન બાદ શરૂ થશે. આ વર્ષે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ અનુક્રમાંક લખતાં જ 12માના માર્ક્સ આપમેળે આવી જશે એવી વ્યવસ્થા કરવામાં આવશે. યૂનિવર્સિટીએ જણાવ્યું કે શિક્ષણ બોર્ડને પત્ર લખીને 12મા ધોરણમાં પાસ થનાર વિદ્યાર્થીઓનો ડેટા મંગાવ્યો છે.
ડેટા આવ્યા બાદ તેને ઓનલાઇન એડમિશન સિસ્ટમમાં એડ કરવામાં આવશે. આ વર્ષે 12મા બોર્ડની પરીક્ષા લેવામાં આવી નથી. ગત નવેમ્બરના નાધારે વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર થશે. માર્કશીટ પર નોંધાયેલ રોલ નંબર પ્રવેશ ફોર્મ પર લખતાં જ માર્ક્સ આવી જશે. ઓબીસી, એસસી, એસટીના પ્રમાણપત્રની પીડીએફ બનાવીને વિદ્યાર્થીઓ અપલોડ કરી શકશે. ફોર્મ ભર્યાની જાણકારી વેબસાઇટ પર મળશે.
કુલપટિ ડો. કેએન ચાવડા અને રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરી આજે એડમિશન પર માર્ગદર્શન આપવાના છે. કુલપતિ યૂનિવર્સિટીના નવા અને જૂના કોર્સની જાણકારી આપવાની સાથે પ્રવેનના કયા નવા પુરાવાની જરૂર પડશે તેની વિસ્તૃત જાણકારી આપશે. આ ઉપરાંત ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજાવશે.