Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રકમાં ટ્રક ઘૂસી ગઈ, કેબિનમાં બેસેલા ક્લિનરનું માથું ધડથી અલગ થઇ ગયું

Webdunia
શનિવાર, 25 ડિસેમ્બર 2021 (13:54 IST)
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે 48 ઉપર મોડી રાત્રે ઉભેલી ટ્રક અને પસાર થઈ રહેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પસાર થઈ રહેલી ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કેબિનમાં બેસેલ ક્લિનરનું માથું ધડથી અલગ થઇ ગયું હતું.


ફાયર બ્રિગેડે દ્વારા કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. નોંધનિય છે કે, અકસ્માત ઝોન તરીકે ઓળખાતી દેણા ચોકડીની રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીએ મુલાકાત લીધી હતી. મળેલી માહિતી પ્રમાણે સુરત સચિન જીઆઈડીસીમાં આવેલ અનુપમા કંપનીમાંથી નૂર મહંમદ કુરેશી (રહે.યુ.પી.) અને ક્લીનર ફરહાન (રહે. યુ.પી) ટ્રકમાં માલસામાન ભરીને બિહાર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નજીક નેશનલ હાઇવે 48 ઉપર દેણા ચોકડી પાસે ટ્રક બગડતા રોડની સાઇડ પર પાર્ક કરી દીધી હતી. દરમિયાન પસાર થઈ રહેલી હરિયાણાની ટ્રક બિહાર જતા ઊભેલી ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ હતી. જેમાં હરિયાણાની ટ્રકના કેબીનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

કચ્ચરઘાણ વધી ગયેલ કેબિનમાં સવાર ટ્રક ક્લીનર ફસાઈ ગયો હતો. અને તેનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. આ અકસ્માતની જાણ ફાયર બ્રિગેડને થતાં  લાશ્કરો દોડી આવ્યા હતા. અને કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. અકસ્માત સર્જાતા ટ્રકનો ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ હરણી પોલીસને થતા તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મોતને ભેટેલા 50 વર્ષિય પ્રતાપસિંહ મોહનસિંહ ધરાડી (રહે. કુડ પૌધર ગામ, ઉત્તરાખંડનો) હોવાનું બહાર આવ્યું હતું. હરણી પોલીસે આ બનાવ અંગે બિહાર જતી ટ્રકના ચાલક નૂરમહમદ કુરેશીની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા હરીયાણાની ટ્રકના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે હાઈવે ઉપર ટ્રાફિક વ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. નોંધનીય બાબત એ છે કે અકસ્માત ઝોન ગણાતા દેણા ચોકડી પાસે બે દિવસ પહેલા જ રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીએ સ્થળ સ્થિતિની મુલાકાત લીધી હતી.  અને અંડરગ્રાઉન્ડ રસ્તો  બનાવવાની વાત કરી હતી. તેમના  નિવેદનના 72 કલાકમાં જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments