Webdunia - Bharat's app for daily news and videos

Install App

૨૬ ફેબ્રુઆરીથી શરૂ થશે ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રની આગામી બેઠકો, ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરાશે

Webdunia
બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (10:44 IST)
ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણયો બાદ મીડિયાને માહિતી આપતા સંસદીય બાબતોના મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રની આગામી બેઠકોનો પ્રારંભ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦થી થશે. પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા ગુજરાત રાજ્યનું સને ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તેમ જ પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ ચૌહાણ – બાવળા  મત વિસ્તારના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે. 
 
તા. ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ થશે,જે માટે ત્રણ બેઠકો ફાળવવામાં આવેલ છે. તા. ૨જી અને ૩જી માર્ચ, ૨૦૨૦ના રોજ ગૃહમાં રજૂ થયેલ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાશે. જ્યારે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ ૪થી માર્ચ, ૨૦૨૦થી થશે, જે માટે કુલ ૪ દિવસ ફાળવવામાં આવેલ છે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે ત્યારબાદ જુદા જુદા વિભાગની માંગણીઓ પર વિભાગવાર ચર્ચા અને મતદાન હાથ ધરાશે,જે માટે કુલ ૧૨ બેઠકો ફાળવવામાં આવેલ છે. 
 
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે સમગ્ર સત્ર દરમ્યાન સત્ર દરમ્યાન કામકાજના કુલ૨૨ દિવસ રહેશે અને એકંદરે ગૃહની ૨૫ બેઠકો મળશે. જેમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે કુલ ૩ બેઠકો મળશે. અને સમગ્ર સત્ર દરમ્યાન ૩ બેઠકો દરમ્યાન બિન સરકારી વિધેયકો અને અન્ય ત્રણ બેઠકો દરમ્યાન બિન સરકારી સંકલ્પો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભેમાં ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે. જ્યારે છેલ્લા દિવસે એટલે કે ૩૧ માર્ચના રોજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે. આમ એકંદરે ગૃહનું કામકાજ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ થી શરૂ થશે અને ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ પૂર્ણ થશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments