Webdunia - Bharat's app for daily news and videos

Install App

સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મજ્યંતિ- પ્રભાવી વ્યકિતત્વ અને વિદ્વતાથી જગતમાં ભારતનું ગૌરવ વધારનાર વિશ્વશિક્ષક- વિશ્વવિભુતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

Webdunia
રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (09:51 IST)
આજે આપણે એવા મહાન શિક્ષકને માણવા છે કે, જેમણે ભારતભરના શિક્ષક સમાજને સામાજિક મોભો અને પુનઃ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શિક્ષકમાં શિક્ષકત્વ  જાગે અને સજ્જતા પ્રાપ્ત કરે એ હેતુથી એક વિશિષ્ટ અનોખા દિન વિશેષની ભેટ આપી છે. હિમાલય જેવું પ્રભાવી વ્યકિતત્વ અને વિદ્વતાથી જગતમાં ભારતનું ગૌરવ વધારનાર વિશ્વશિક્ષક, વિશ્વવિભુતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો પરિચય જોઇએ. 
તેઓ પ્રખર ચિંતક, વિચારક અને તત્વ જ્ઞાની જ નહોતા, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા વિશ્વકક્ષાએ અમુલ્ય પ્રતિષ્ઠા હાંસલ કરનાર આજીવન શિક્ષક પણ હતાં. કોઇ પણ ભોગે સેવા, નહીં કે કોઇ પણ કિંમતે સત્તા એ જીવન મંત્રને સાર્થક કરનાર રાધાકૃષ્ણનનો જન્મ ૫ મી સપ્ટેમ્બર ૧૮૮૮માં ચેન્નાઇ નજીકના તિરૂતની નામના નાનકડા ગામમાં થયો હતો. તેમના પિતા વિરસ્વામી મધ્યમવર્ગના બ્રાહ્મણ હતાં. શિક્ષક તરીકે કામ કરતાં હતાં. પ્રાથમિક શિક્ષણ તેમણે ઘેર પિતા પાસેથી જ મેળવ્યું. માધ્યમિક શિક્ષણ મિશનરી હાઇસ્કુલમાં મેળવ્યું. મદ્વાસની ઇશાઇ મિશનરી કોલેજ તથા મદ્વાસની પ્રેસીડેન્સી કોલેજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તકર્યુ.
 
શ્રેષ્ઠ પ્રોફેસરમાંથી શ્રેષ્ઠ રાષ્ટ્રુપતિઃ- ઇ.સ. ૧૯૫૨ થી ૧૯૬૨ના દસ વર્ષ સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ અને હોદ્દાની રૂએ રાજયસભાના અધ્યક્ષ તરીકે અજોડ અને સફળ સંચાલન કરેલ. સને ૧૯૬૨ થી ૧૯૬૭ સુધી ભારતના રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદને પણ દિપાવ્યું અને  ગૌરવ અપાવ્યું. ગ્રીસના મહાન તત્વચિંતક પ્લેટોનું સ્વપ્ન હતું કે રાજયકર્તા તત્વજ્ઞાની હોવો જોઇએ અથવા ફિલોસોફર રાજા હોવો જોઇએ. તે વિધાન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને લગભગ ૨૩ સૈકા પછી સાબિત કરી બતાવ્યું. તેઓ જીવ્યા ત્યાં  સુધી નખશિખ શિક્ષક રહયા. શિક્ષકત્વને લગભગ પોણા સૈકા સુધી દિપાવ્યું. તેમની વિદ્યા પ્રીતી અને વિદ્યાર્થી પ્રિતિએ જ તેમને મહાન બનાવ્યૌ. 
 
વિશિષ્ટ સિધ્ધિઓઃ-
સને ૧૯૫૪માં ભારત વર્ષના શ્રેષ્ઠિ એવોર્ડ ભારત રત્ન પ્રાપ્તકરવામાં તેઓ પ્રથમ હતાં. ઇંગ્લેન્ડ તરફથી અપાતું ભવ્ય સન્માન ટેમ્પલટન એવોર્ડ પ્રાપ્તકરેલ હતો. યુનોની મહત્વની સંસ્થા યુનેસ્કોના ચેરમેન તરીકે સુંદર સેવાઓ આપી. વિશ્વના ૧૩ દેશોએ તેમને માનદ ડોકટરેટની પદવીથી નવાજયા હતાં.  દર્શનશાસ્ત્રેના ૧૫૦ જેટલા પુસ્તકો તેમને નામે પ્રસિધ્ધ થયા છે. રાષ્ટ્રીય શિક્ષણ પંચ ના અધ્યક્ષસ્થાને રહી શિક્ષણ ક્ષેત્રે સુંદર સેવાઓ આપી. રશિયામાં ત્રણ વર્ષ સફળ રાજદુત તરીકે સેવા આપી. ડો.રાધાકૃષ્ણનને એક સમયે બે અલગ દેશની મહાવિશ્વ વિદ્યાલયોમાં શૈક્ષણિક કાર્ય કર્યુ તે ઘટના વિશ્વની પ્રથમ ઘટના હતી. રાષ્ટ્રસંઘની બૌધ્ધિક સલાહકાર સમિતિના સભ્ય તરીકે માર્ગદર્શન આપ્યું. રશિયાના રાજદુતની જવાબદારી સંભાળતા હતાં ત્યારે પણ લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં અધ્યયન કાર્ય કરતાં હતાં.
 
વિશ્વના ઇતિહાસમાં એ પહેલો બનાવ ન હતો કે જયારે એક શિક્ષક દેશનો રાષ્ટ્રપ્રમુખ હોય. અમેરીકાના પ્રેસીડન્ટે જોન મસારિક પણ શિક્ષક હતાં. આયર્લેન્ડના પ્રેસિડેન્ટ  ડીલેવરા પણ શિક્ષક હતાં પણ એ બધાની શિક્ષક તરીકેની ઓળખ ભુસાઇ ગઇ છે. એ બધા રાજકિય હસ્તી તરીકે જીવે છે, પણ ડો. રાધાકૃષ્ણનને બહુમુખી પ્રતિભાના સ્વામી હોવા છતાં. શિક્ષકનું સિંહત્વ હંમેશા દિપાવ્યું છે. મહાન આચાર્ય ચાણકયના સુવાકય શિક્ષક કભી સાધારણ નહીં હોતા ડો. રાધાકૃષ્ણને સાબિત કરી બતાવ્યું  છે. 
૧૬મી એપ્રિલ ૧૯૭૫ના ૮૭ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. સમગ્ર વિશ્વે એક મહાન દર્શનશાસ્ત્રી, કુશળ રાજનિતીજ્ઞ, ઉત્તમ શિક્ષણકાર અને શ્રેષ્ઠે ફિલોસોફર ગુમાવ્યો. શ્રેષ્ઠ પ્રોફેસર અને ઉત્તમ રાષ્ટ્રપતિ અને શિક્ષકોના આદર્શ ડો. રાધાકૃષ્ણનને કોટિ કોટિ વંદન.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -દિલ્હીના કોઈ છોકરા

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે પર

ગુજરાતી જોક્સ -મચ્છર

Saif Ali Khan: હોસ્પિટલ પહોચાડનારા ઓટો ડ્રાઈવરને મળ્યા સેફ અલી ખાન, શર્મિલા ટૈગોરે આપ્યો આશીર્વાદ

ગુજરાતી જોક્સ - આખા શરીરની મસાજ

વધુ જુઓ..

નવીનતમ

શું તમારો પણ સાંધાનો દુખાવો વધી રહ્યો છે, તો નબળા હાડકાંને મજબૂત બનાવવા માટે આ કાચા ફળનું કરો સેવન

પીરિયડના કેટલા દિવસ પછી પ્રેગ્નેંટ થઈ શકે છે

રામાયણની વાર્તા: રામ સેતુમાં ખિસકોલીનું યોગદાન

વાહ! માત્ર 2 જ રૂ.માંદાદી ખવડાવે છે ભરપેટ ઇડલી

કોલેસ્ટ્રોલ કેટલું હોય તો ડેંજર કહેવાય ? ક્યારે આવે છે આવી કંડીશન ? જાણો પૂરો ચાર્ટ

આગળનો લેખ
Show comments