Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેતપુર નજીક ટેન્કરે બાઇકચાલકને 50 ફૂટ ઢસડી કચડ્યો, વ્હીલ માથે ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત

Webdunia
સોમવાર, 4 એપ્રિલ 2022 (11:11 IST)
જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર પેઢલા ચોકડી પાસે રવિવારે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઇકચાલક યુવાનને કચડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલક યુવાનને ટેન્કરે 50 ફૂટ સુધી ઢસડ્યો હતો તેમજ ટેન્કરના તોતિંગ વ્હીલ તેની પર ફરી વળતાં ઘટનાસ્થળે જ દમ તોડી દીધો ગતો. આ ગમખ્વાર અકસ્માત બાદ ટેન્કરચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. જોકે આ અકસ્માતનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે. સીસીટીવીમાં 5 સેકન્ડમાં જ બાઇકચાલક યુવાનને મોત આંબી ગયાનાં દૃશ્યો જોવા મળે છે.
 
મૃતક યુવાન બાઇક પર વાડીએ જતો હતો
અકસ્માત માટે જાણીતી પેઢલા ચોકડી ફરી ગોઝારી બની હતી. પેઢલા ગામનો હિતેશ રવજીભાઈ મકવાણા (ઉં.વ.28) નામનો યુવાન પોતાની બાઇક લઈને વાડીએ જતો હતો. ત્યારે ગામમાંથી હાઈવે પર ચોકડી ક્રોસિંગ કરતો હતો એ વેળાએ માતેલા સાંઢની માફક ધોરાજી બાજુથી આવતું GJ-12-BV-9489 નંબરના ટેન્કરના ચાલકે તેને હડફેટે લીધો હતો.
 
હિતેશ ટેન્કર હેઠળ ફસડાયો અને મોત મળ્યું
જ્યારે લોહીલુહાણ હાલતમાં રહેલા હિતેશને ત્યાં સ્થળ પર આવી ગયેલા તેમના સંબધીઓ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતાં ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ટેન્કરચાલકના ગફલતભર્યા ડ્રાઇવિંગને પગલે યુવાન અચાનક જ ટેન્કર નીચે ફસડાયો હતો અને મોત આંબી ગયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

ગુજરાતી જોક્સ - એર હોસ્ટેસ બલ્લભજી માટે ટોફી

Game Changer Box Office Preview રામ ચરણની ફિલ્મ શરૂઆતના દિવસે આટલી કમાણી કરી શકે છે, જાણો રન ટાઈમ

12 જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ દર્શન

વધુ જુઓ..

નવીનતમ

શું રાત્રે જમ્યા પછી ચા પીવી જોઈએ? જમ્યા પછી ચા પીવામાં આવે તો હેલ્થ પર શું અસર થાય ?

સ્વામી વિવેકાનંદના બાળપણના ત્રણ પ્રસંગો

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

V name girl Gujarati- વ અક્ષરના નામ છોકરી

Haldi in wedding લગ્ન વિધિ પહેલા વર - કન્યાને હળદર કેમ લગાવવામાં આવે છે?

આગળનો લેખ
Show comments