Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડતાલ મંદિરના પૂર્વ કોઠારીના પાપલીલાકાંડમાં નવો વળાંક: ઘનશ્યામ સ્વામી સામે તપાસના આદેશ

Webdunia
શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (13:09 IST)
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય યાત્રાધામ વડતાલ મંદિરના પૂર્વ કોઠારીની સેક્સલીલામાં નવો વળાંક આવ્યો છે. ખેડા જીલ્લા ચાઈલ્ડ વેલફેર કમિટિ દ્વારા એક સુઓમોટો અરજી કરવામાં આવી છે. જેમાં જીલ્લા બાળ સુરક્ષા અધિકારીએ કૌભાડી ઘનશ્યામ સ્વામીની બાળકો સાથેની અઘટીત લીલાઓની તપાસ કરવાનો આદેશ જારી કર્યો છે.અને કૌભાંડી ઘનશ્યામદાસની સામે જુવેનાઇલ એકટ તથા પોસ્કો હેલ્થ એકટ અનુસાર કાનુની પગલા ભરવા ચક્રોગતિમાન થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડતાલના પૂર્વ કોઠારી અને પૂર્વ ટ્રસ્ટી ઘનશ્યામ શાસ્ત્રી સામે તેમના જ શિષ્ય વેદાંતવલ્લભે યૌન શોષણ કર્યું હોવાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થયો હતો. આશરે પીસ્તાલીસ મીનીટનો આ વિડીયો માં ઘનશ્યામ સ્વામીના સેકસકાંડોને ં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત જુન માસમાં શિષ્ય વેદાંતવલ્લભે બત્રીસ પેજનો એક પત્રમાં  ઘનશ્યામ સ્વામીએ કરેલા યૌન શોષણોને અરેરાટી ભરેલી વિગતા ેઅગ્રણી સંતોને લખી હતી. ત્યારબાદ સંપ્રદાયમાં હડકંપ મચી ગયો હતો અને આ બનાવ અનુસંધાને ઘનશ્યામ શાસ્ત્રીના  તેમના કોઠારી પદ પરથી બરતરફ કરાની વાતો વહેતી થઇ છે.આ ઉપરાંત તેમને આગામી બે વર્ષ માટે કોઈપણ જાહેર કાર્યક્રમ કે સ્થળ પર જવા પર પ્રતિબંધ મૂકયો હોવાની ચર્ચા ચાલી છે. જ્યારે શિષ્ય વેદાંત વલ્લભ કોઈ  અગમ્ય સ્થળે પલાયન થઈ ગયા છે.  આ ઉપરાંત એવી પણ ચૌકવાનારી વિગતો બહાર આવી છે કે આ ઘનશ્યામ સ્વામીએ  કુમળી વયના  બાળકોનું માઈન્ડ વોશ કરી તેમની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ  હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. આ સ્વામી વાસના સંતોષવા માટે બાળકોને એકાંતમાં અંગત રૂમમાં બોલાવીને લાલચ આપીને ફોસલાવીને તેમની સાથે દુષ્કૃત આચરતા હોવાના આક્ષેપો થયા છે. આ લાંછનરૂપ ઘટના અંગે ખેડા જિલ્લાની ચાઈલ્ડ વેલફેર કમિટિએ કોગ્નીજન્સ સ્યુઓમોટો દાખલ કરી છે. અને આ સમગ્ર કેસ બાળકોની કાળજી અને રક્ષણ બાબતનો હોવાનું માન્યું છે. આ કૃત્ય અત્યંત ગંભીર પ્રકારનું જણાઈ આવતા તપાસનો દોર શરૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. જેમાં જીલ્લા બાળ સુરક્ષા અધિકારીને આ બાબતની ખરેખરી હકિકત તપાસ કરી  અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ચકલાસી પોલીસ મથકના ઈન્સ્પેક્ટરને આ વિડીયો રેકોર્ડિંગની ખરાઈ કરવા જણાવ્યું છે. જો આ હકિકત સાચી હોય તો જુવેનાઈલ જસ્ટીસ એક્ટ તથા પોક્સો એક્ટની જોગવાઈ હેઠળ ફરીયાદ દાખલ કરવા જણાવ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ કરીને સાત દિવસમાં કમિટિ સમક્ષ અહેવાલ રજુ કરવાનો હુકમ કર્યો છે. વડતાલ વિવાદમાં સરકારનો જિલ્લા બાળ સુરક્ષા વિભાગ સક્રીય થતા સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી છે.અને મહિનાઓથી આવેલી ઘનશ્યામશાસ્ત્રી વિરુધ્ધની અરજીને દબાવી રાખનાર પોલીસે તાત્કાલિક સક્રીય થવું પડયું છે.આ સંદર્ભે ફરીયાદોના જવાબો લેવાનો સિલસિલો શરૂ થયો છે.જેમાં પોલીસ સ્ટેશને ફરીયાદ અરજી આપનાર સંજાયાના રાકેશ પટેલને બોલાવીને ચકલાસી પોલીસે જરૂરી જવાબો નોંધ્યા છે. આમ વડતાલ પ્રકરણમાં પોલીસ કાર્યવાહી શરૂ થતા મંદિરનુ સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ