Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત મનપાનું 5378 બજેટ , રાજકોટ મનપાનું 1727 કરોડ બજેટ, લોકોને ધોળા દિવસે સ્વપના બતાવ્યાં

Webdunia
મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (14:42 IST)
આજે રાજકોટ મહાનગરપાલિકા 2018-19 બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં પાણી વેરો બમણો કરવામાં આવ્યો હતો. તેમજ 42 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. વાહન ટેક્સ 1 ટકાથી વધારીને 2.5 ટકા કરવામાં આવ્યો છે. કાર્પેટ એરિયા મુજબ પ્રોપર્ટી ટેક્સનો ટાર્ગેટ 265 કરોડ કરવામાં આવ્યો છે.ગત બજેટની મોટાભાગની યોજનાઓ અધૂરી છે અથવા તો કાગળ પર જ છે. પરંતુ આ વખતે ફરી નવી યોજનાઓ બતાવાઇ છે. પ્રાણસમો પાણી પ્રશ્ન હજુ ઉલેચ્યો નથઈ ત્યાં ઉનાળો માથે છે અને પાણી વેરો બમણો કરાયો. કિશાનપરા બ્રિજ ક્યારે બનશે તેને લઇ અડધો ડઝન વખત તો ડિઝાઇન ફરી ગઇ ત્યાં નવા બ્રિજની જાહેરાતો કરાઇ છે.

જનતા પર 42 કરોડ જેટલો કરબોજ લાદી દેવામાં આવ્યો છે. મહાનગર પાલિકાનું વર્ષ 2018-19નું ડ્રાફટ બજેટ મ્યૂનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકાનું રૂ.5378 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષ કરતાં 260 કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો. સાથે જ ડ્રાફ્ટ બજેટ રજૂ કરતી વખતે વૈશ્વિક કક્ષાનું શહેરને સ્માર્ટ બનાવવા પર ભાર મુકાયો હતો. પાલિકામાં કુલ અંદાજીત બજેટ 5378 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. કુલ કેપિટલ બજેટ 2407 કરોડ સાથે આઉટકમ બેઈઝડ બજેટ 1630 કરોડના કુલ 433 કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરને વૈશ્વિક દરજ્જાનું સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર સ્થાને હોવાનું કમિશનરે જણાવ્યુંહતું. શહેરના તમામ વિસ્તારોને માળખાગત સુવિધાઓનો વિકાસ પર ભાર મુકાયોહતો. 
રાજકોટ મનપા​ 2018 બજેટમાં આ નવી યોજનાઓનો સમાવેશ
- વેસ્ટ ઝોનમાં 6 વોર્ડમાં 24 કલાક પાણી વિતરણનો પાઇલોટ પ્રોજેક્ટ
- રોટરી ક્લબ નિર્મિત લાપાસરી ડેમનો કબ્જો સંભાળશે મહાપાલિકા
- પાંચ નવી ઇલેક્ટ્રીક બસો ખરીદાશે
- 400 કરોડના ખર્ચે નવા 7500 આવાસ બનાવાશે
- ન્યુ રાજકોટમાં 140 કરોડના ખર્ચે મેનેજમેન્ટ કન્વેન્શન સેન્ટર
- ન્યુ રાજકોટમાં 200 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટસ કોમ્પેલેક્ષ
- આજીડેમ સંકુલના ગાર્ડનમાં ફોરેસ્ટ પાર્ક બનાવાશે
- ન્યારી ડેમ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાશે
-શહેરમાં 10 નવા બગીચા બનાવાશે
- કે.કે.વી ચોકમાં અંડરબ્રિજ બનાવાશે
-હોસ્પિટલ ચોકમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવાશે
- કાલાવડ રોડ પર સાઇકલ ટ્રેક બનાવાશે
- સર્વેશ્વર ચોકમાં મલ્ટી લેવલ પાર્કિંગ
- સોરઠિયાવાડીમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવાશે
- મિલકત વેરો કાર્પેટ એરિયા મુજબ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Allu Arjun- અલ્લુ અર્જુનના ઘરે ટામેટાં ફેંક્યા, તોડફોડ; અલ્લુ અર્જુન સાથે જોડાયેલી નાસભાગનો મામલો અટકવાનો નથી

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments