Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના ઈતિહાસમાં પહેલીવાર એવું શું બન્યું કે અમિત શાહની સભામાંથી ભાજપના કાર્યકરોએ ચાલતી પકડી?

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2017 (16:57 IST)
ચૂંટણીમાં ભાજપના કાર્યકરોનો જુસ્સો વધારવા સુરત આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાયી હોવા છતાં એવી સ્થિતિ બની કે ભાજપના સંખ્યાબંધ કાર્યકરોને કાર્યક્રમના સ્થળેથી જતા રહેવું પડ્યું હતું. પરિણામે સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. સુરતના 2,798 બૂથના 798 શક્તિ કેન્દ્રોના કાર્યકરોને સંબોધવા આવેલા અમિત શાહનો કાર્યક્રમ પાલ-અડાજણમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો દરમિયાન તેમાં પ્રવેશ મેળવવાનું કામ એટલું મુશ્કેલ બનાવી દેવાયું હતું કે કાર્યકરોએ અંદર જવાનું જ મુનાસિબ માન્યું નહિં. સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે 12 વિધાનસભા માટે વિધાનસભા પ્રમાણે કાર્યકરોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. જે કાર્યકરે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે વિગત કાર્યકરના ઓળખના પુરાવા સાથે મેચ કર્યા બાદ જ પ્રવેશ અપાતો હતો. જેના કારણે પ્રવેશ મેળવવામાં આશરે બેથી અઢી કલાક જેટલો સમય વીતી જતો હતો. પરિણામે સંખ્યાબંધ કાર્યકરોએ તો બહારથી જ ચાલતી પકડી હતી. 

પોલીસે એટલી હદે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો કે શહેરભરની મોટાભાગની પોલીસને ઓડિટોરિયમની આજીબાજુ ખડકી દેવામાં આવી હતી. પોલીસના 25 વાહનો પણ આજુબાજુમાં ફરતાં કરી દેવાયાં હતાં. આ વખતે ભાજપના કાર્યકરના નામે કોઈ આંદોલનકારીઓ કે કાર્યકરો ઓડિટોરિયમમાં પ્રવેશ મેળવી લીધા બાદ કોઈ નારા લગાવી કાર્યક્રમ ખોરવી નાખે એ ડરના કારણે આટલી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું પણ માનવામાં આવે છે. આટલી સઘન સુરક્ષા વ્યયવસ્થા ગોઠવવા પાછળનું કારણ શું એ અંગે એક રાજકીય ગલિયારોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments