Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ પાક સંરક્ષણ અંગે ખેડૂતમિત્રો માટે સૂચનો

Webdunia
મંગળવાર, 21 માર્ચ 2023 (12:00 IST)
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૯.૦૩.૨૦૨૩ થી તા.૨૩.૦૩.૨૦૨૩ દરમિયાન ખેડા જિલ્લાના વિવિધ ભાગોમાં વરસાદની આશંકા છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટાભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. તેમ છતા હવામાન ખાતા તરફથી તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવ્યો છે.
 
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. 
 
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો; ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા; એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. 
 
આ અંગે વધુ જાણકારી ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરી મેળવી શકશે તેમ જણાવવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતની વધુ એક સિદ્ધિ, સાંસ્કૃતિક વારસો 'ઘરચોળા'ને ભારત સરકાર તરફથી આ વિશેષ ટેગ મળ્યો છે

સુરતમાં BJP મહિલા નેતાએ કર્યો આપઘાત; પરિવારજનોને હત્યાની આશંકા છે

Farmers Protest- ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર, નોઈડા તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ચાહકો એકબીજા સાથે અથડામણ, 100 થી વધુ લોકોના મોત

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

આગળનો લેખ
Show comments