Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં વિદ્યાર્થીઓએ BRTS સામે આંદોલન કર્યું, બસો અટકાવીને સુત્રોચ્ચાર કર્યા

Students protest against BRTS in Surat
Webdunia
બુધવાર, 9 ઑગસ્ટ 2023 (13:37 IST)
Students protest against BRTS in Surat
બસની સંખ્યા ઓછી હોવાથી વિદ્યાર્થીઓને બસના દરવાજામાં લટકીને મુસાફરી કરવી પડે છે
 
Surat News   શહેરમાં BRTS  બસમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બસો વિદ્યાર્થીઓની ખીચોખીચ ભરાઈ જતી હોવાથી વિદ્યાર્થીનીઓની છેડતીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે. જેથી વિદ્યાર્થીઓએ BRTS સામે આંદોલન શરૂ કર્યું છે.  આજે વહેલી સવારે ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ સુરતના પર્વત પાટિયા પાસે મોટી સંખ્યામાં ભેગા થઈ BRTS બસો અટકાવી દીધી હતી. પોલીસે  વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
 
ABVP દ્વારા બસ વધારવા તંત્રને રજૂઆત કરાઈ હતી
સુરતના વરાછાથી યુનિવર્સિટી માટે રોજના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. વિદ્યાર્થીઓને સવારે અને સાંજે આવતી જતી વખતે બીઆરટીએસમાં ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના નિવારણ માટે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા બસ વધારવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતાં આજે BRTS સામે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. મોટા વરાછા, સરથાણા યોગીચોક સહિતના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ બીઆરટીએસનો ઉપયોગ કરે છે અને બસ સરથાણાથી પર્વત પાટિયા કેનાલ રોડ થઈ યુનિવર્સિટી તરફ જતી હોય છે. ત્યારે આ રૂટ પર દોડતી બીઆરટીએસ બસ ખૂબ જ ઓછી છે. જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. 
 
તમામ BRTS બસને બંધ કરી અટકાવી દીધી
BRTS બસમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી વધી જાય છે કે, બસનો દરવાજો પણ બંધ બંધ થઈ શકતો નથી. જેને લઈ દરવાજા પર પણ લટકીને વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બને છે. બીજી તરફ વિદ્યાર્થીનીઓની પણ સંખ્યા ખૂબ વધારે છે અને તેઓ પણ ધક્કામુક્કીમાં મુસાફરી કરવા મજબૂર બને છે. જેને લઈ તેમની અનેક વખત છેડતી થતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ઘણા સમયથી BRTSની નાની મોટી સમસ્યાઓને લઈ પરેશાન થતા વિદ્યાર્થીઓ દ્વારા આજે વહેલી સવારે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પર્વત પાટિયા તરફ જતી તમામ BRTS બસને બંધ કરી અટકાવી દીધી હતી અને સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments