Webdunia - Bharat's app for daily news and videos

Install App

આતંકવાદીઓ કરતાં પણ ભયાનક ખતરો રખડતા ઢોરનો છેઃ ભાજપના નેતા ડો. ભરત કાનાબાર

Webdunia
શનિવાર, 24 ડિસેમ્બર 2022 (16:05 IST)
ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ગઈકાલે રાજકોટમાં બાઈક લઈને ઘરે જઈ રહેલ બે મહિલા પોલીસ કર્મીઓને ગાયે અડફેટે લીધા હતાં. તે ઉપરાંત જંબુસરમાં પણ રખડતી ગાયે 6 વર્ષની માસૂમને સ્કૂલબેગ-વોટરબેગ સાથે શિંગડે ભરાવી રોડ પર ઢસડી હતી. હાઈકોર્ટે રખડતાં ઢોરને લઈને લાલ આંખ કરી હોવા છતાં નિંભર તંત્ર કશું જ કરવા તૈયાર નથી. ત્યારે ભાજપના જ નેતાએ ટ્વિટ કરીને સરકાર અને તંત્ર પર ઉભરો ઠાલવ્યો છે.
<

આંતકવાદીઓથી પણ વધુ ભયાનક ખતરો કોઈનો હોય તો તે રખડતા ઢોરનો છે જે ગમે ત્યારે કોઈ પણ નિર્દોષ નાગરિકનો ભોગ લઇ શકે છે.
સમગ્ર દુનિયાને હચમચાવી નાખનાર કોરોના વાયરસને સફળતાપૂર્વક નાથનાર તંત્ર આ સમસ્યાનો ઉકેલ ઝડપથી શોધે તેવું લોકો ઈચ્છે છે.@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil pic.twitter.com/ipukiEnwot

— Dr. Bharat Kanabar (@KANABARDr) December 23, 2022 >
અમરેલીના ભાજપના નેતા ડો. ભરત કાનાબારે રખડતા ઢોર મામલે ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું હતું કે, આંતકવાદી ઓથી પણ વધુ ભયાનક ખતરો કોઈનો હોય તો તે રખડતા ઢોરનો છે. જે ગમે ત્યારે કોઈ પણ નિર્દોષ નાગરિકનો ભોગ લઇ શકે છે. સમગ્ર દુનિયાને હચમચાવી નાખનાર કોરોના વાયરસને સફળતાપૂર્વક નાથનાર તંત્ર આ સમસ્યાનો ઉકેલ ઝડપથી શોધે તેવું લોકો ઈચ્છે છે.રાજકોટમાં બે મહિલા પોલીસ કર્મીઓને રસ્તા પર રખડતી ગાયે અડફેટે લીધા હતાં. જેમાં એક મહિલાના દાંત તુટી ગયાં હતાં. બંને મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. બીજી ઘટનામાં જંબુસરમાં રખડતી ગાયે 6 વર્ષની માસૂમને સ્કૂલબેગ-વોટરબેગ સાથે શિંગડે ભરાવી રોડ પર ઢસડી હતી. સદનસીબે તે બેગના કારણે બચી ગઈ હતી. પરંતુ ભાવનગરમાં શુક્રવારે એક યુવાનને ગાયે અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કાળા બીજને સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

નવીનતમ

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

આગળનો લેખ
Show comments