Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર એક કલાકમાં વાયરસ રહિત થઇ જશે તમારો રૂમ, સંશોધકોએ વાયરસનો નાશ કરતું ‘સ્પેસ સેનિટાઈઝર’ વિકસાવ્યું

Webdunia
બુધવાર, 27 મે 2020 (23:09 IST)
માન્યામાં ન આવે એવી વાત છે પણ એ સત્ય છે કે માત્ર મિનિટમાં હવામાંના વાયરસને નાશ કરી શકાય છે. કોરોના વાયરસની મહામારીએ  વિશ્વ આખાને ભરડામાં લીધું છે ત્યારે સ્પર્શથી તેમજ ‘ડ્રોપલેટ્સ’ અને હવામાંના પર્ટિકલ્સથી પણ ફેલાતા આ રોગથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જેવા ઉપાય તો કરાયા છે પરંતુ જો તમારી આસપાસનું વાતાવરણ જ વાયરસ કે જંતુમૂક્ત કરી શકાય તો કેવું...?
 આના ઉપાયે icreate સંસ્થાના યુવા વૈજ્ઞાનિક આશિષ કનૌજીયા, નવનીત પાલ અને અંકિત શર્માએ, પ્રોજેક્ટના ભાગરૂપે એક ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ દ્વારા ૧૨*૧૫ ફૂટનો રૂમ માત્ર એક કલાકમાં જ વાયરસ રહિત થઈ જશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, જો ‘ડ્રોપલેટ્સ’ હવામાં તરતા હોય તો ચેપ લાગવાની માત્રા અત્યંત ઝડપી બની જાય છે. ત્યારે આ વૈજ્ઞાનિકોએ હવામાંના નકારાત્મક આયનોની મદદથી વાયરસને દૂર કરતું ઉપકરણ વિક્સાવ્યું છે. આ ઉપકરણ એ બલ્બ હોલ્ડરમાં મુકીને સામાન્યમાં સામાન્ય માણસ પણ ઉપયોગમાં લઈ શક્શે. એટલું જ નહી પરંતુ લોકો રોજ-બ-રોજની જિંદગીમાં પણ તેનો સાહજિકતાથી ઉપયોગ કરી શક્શે.
 
માત્ર એક કલાકમાં જ ૧૨*૧૫ ફૂતનો રૂમ જંતુરહિત થઈ શક્શે, અને આમાં માત્ર ૫ વોટ વીજળી વપરાશે. સઆ ઉપકરણ સમગ્ર પરિવારના સભ્યોને વાયરસના ચેપથી મૂક્ત રાખી શક્સે. ૨૪ કલાક ઉપકરણ વાપરી શકાશે અને તેની કોઈ આદાસર નથી. તેને મેઈનટેનન્સ કે રીફીલ કરવાની જરૂર નથી.
 આમ આ ઉપકરણ કોરોના વાયરસની મહામારી વચ્ચે સર્વાધિક ઉપયોગી નીવડી શકે એમ છે. ઉપરાંત લોકડાઉન બાદ પણ આ ઉપકરણ રોજબરોજના જીવનમાં ઉપયોગી નીવડશે. 
 
 
i-createના સી.ઈ.ઓ અનુપમ જલોટેએ જણાવ્યું છે કે, આ અમારા માટે એક ગર્વની વાત છે કે સમયની માંગને પારખીને i createની ટીમે વસ્તુને જંતુમુક્ત કરતું એક અત્યાધુનિક ઉપકરણ વિકસાવ્યા બાદ હવામાંના વાયરસને નાશ કરી શકે તેવું ઉપકરણ વિક્સાવ્યું છે. આશિષ કનૌજીયા અને નવનીત પાલે કેર સાયન્સનો ઉપયોગ કરીને લોકોપયોગી આ ઉપકરણ બનાવ્યું છે. મારા મત પ્રમાણે આ એક ઉચ્ચ કક્ષાનું સંશોધન છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપેક્ષાઓને i createના સ્ટાર્ટ-અપે પૂર્ણ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અમને આ કામમાં ખૂબ જ સહકાર આપ્યો છે. દેશના વડા પ્રધાન નરેંદ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહયોગથી ‘આઈક્રિએટ’ને ટેક-ઇનોવેશન આધારિત સ્ટાર્ટ-અપ્સ માટેની ભારતની સૌથી મોટી સંસ્થા બનવામાં મદદ મળી છે.
 હાલમાં, આઇક્રિએટ સંસ્થાએ ટૂંકા સમયગાળાવાળા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, i Create (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી) અમદાવાદના દેવ ધોલેરા ખાતે ૪૦ એકરના પરિસરમાં કાર્યરત છે. રાજ્ય સરકારના હસ્તક i create એક સ્વાયત્ત સંસ્થા છે ભારતમાં શરુ થતા સ્ટાર્ટઅપને ઉદ્યોગ સાહસમાં  રૂપાંતરિત કરવામાં સહાયરૂપ બને છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

70 વર્ષના ટીકૂ તલસાનિયાને આવ્યો હાર્ટ અટેક, હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે હવે તેમની હાલત ?

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Swami Vivekananda Success Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

આગળનો લેખ
Show comments