અઢી કિલોમીટર લાંબો આ બ્રિજ સ્થાનિકો અને દ્વારકાધીશ મંદિરના દર્શને પહોંચતા શ્રદ્ધાળુઓ માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે.
વર્ષ 2017માં આ બ્રિજની બનવાની શરૂઆત થઈ હતી.
બ્રિજની બનાવટ પાછળ 978 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
અહેવાલ પ્રમાણે સિગ્નેચર બ્રિજની ડિઝાઇન સાવ અલગ છે. બ્રિજની બંને બાજુ ભગવદ્ગીતાના શ્લોકો અને ભગવાન કૃષ્ણની તસવીરો જોવા મળે છે. આ ભારતનો સૌથી લાંબો કેબલબ્રિજ છે. બ્રિજના ફૂટપાથના ઉપરના ભાગે સોલાર પૅનલો લાગેલી છે, જે એક મેગાવૉટ વીજળી પેદા કરે છે.
સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ આ બ્રિજ ખુલ્લો મુકાય તેની આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ બ્રિજના કારણે પવિત્ર યાત્રાધામ મનાતા બૅટ દ્વારકા સુધી શ્રદ્ધાળુઓની પહોંચમાં વધારો થવાનો છે.