Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ બાપુ ઈઝ કમ બેક જાણો કઈ પાર્ટીમાં જોડાશે અને કોને નડશે

શંકરસિંહ બાપુ
Webdunia
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (15:38 IST)
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી લેનારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માં જોડાશે. આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ એનસીપીની ટિકિટ પરથી ચૂંટણી લડશે. મળતી માહિતી પ્રમાણે એનસીપી તરફથી શંકરસિંહને બે ટિકિટ ફાળવવામાં આવશે. એવી પણ માહિતી મળી છે કે કોંગ્રેસ ગુજરાતમાં બે બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે. નોંધનીય છે કે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે જન વિકલ્પ મોરચા નામનો નવો પક્ષ બનાવ્યો હતો અને પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા.અષાઢી બીજના પવિત્ર પર્વ પર ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસમાંથી અલગ થઈને નવા પક્ષની રચના કરનાર શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા આખરે બીજેપીમાં ગોઠવાઇ ગયા હતા. તેમણે વિધિવત રીતે બીજેપીનો ખેસ પહેરી લીધો હતો. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં તેમને ભાજપનો કેસરી ખેસ પહેરાવ્યો હતો.મહેન્દ્રસિંહ વાઘેલા બાયડના પૂર્વ ધારાસભ્ય છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. એ સમયે એવા અહેવાલ વહેતા થયા હતા કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જોકે, તેઓ ભાજપમાં જોડાયા ન હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Instant Farali dosa recipe- ફરાળી ઢોસા

આલુ દૂધી પરોઠા

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

વધુ જુઓ..

નવીનતમ

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

આગળનો લેખ
Show comments