Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ ખાતે કરાશે "ધ શાદી ફેસ્ટિવલ"નું આયોજન, યોજાશે ફેશન, લાઈફસ્ટાઈલ અને શોપીંગનું એક અનોખું પ્રદર્શન

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (14:37 IST)
અમદાવાદ: ૧૫ વર્ષ જૂની પરંપરાને જાળવતાં "ધ શાદી ફેસ્ટિવલ" અમદાવાદ ખાતે તેની ૧૬મી આવૃત્તિ રજૂ કરવા જઈ રહ્યું છે. કેકે જવેલ્સના સહયોગથી થી આ આયોજન કરવામાં આવ્યું છે. "ધ શાદી ફેસ્ટિવલ" એ લગ્ન અને તહેવારો સંબંધી ફેશન, લાઈફસ્ટાઈલ અને શોપીંગનું એક અનોખું પ્રદર્શન છે. ફેસ્ટિવલની મુલાકાત લેનારાઓને એક છત હેઠળ આધુનિક ફેશન ટ્રેન્ડના પરિયચ સાથે ખરીદીની આકર્ષક તક મળી રહે છે. ગુજરાત સ્થિત અગ્રણી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની રેડ ઈવેન્ટ્સ નિયમિતપણે ધ શાદી ફેસ્ટિવલનું આયોજન કરતી આવી છે અને આ વખતે ૬-૭ સપ્ટેમ્બરના રોજ બે દિવસ માટે સતત 16માં વર્ષે વાયએમસીએ ક્લબ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે.
જે પરિવારો ચાલુ વર્ષે તેમના સંતાનોને લગ્નગ્રંથિમાં જોડવા જઈ રહ્યાં છે તેઓ માટે ધ શાદી ફેસ્ટિવલ તમામ પ્રકારની લગ્ન સંબંધી ખરીદી એક સ્થળે કરવાની તક પૂરી પાડે છે. "ધ શાદી ફેસ્ટિવલ" ભદ્ર અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોને તદ્દન નવા ફેશન ટ્રેન્ડ્સથી વાકેફ કરે છે અને તેનું પ્રત્યક્ષ નિદર્શનની તક આપે છે. ફેસ્ટિવલનું ઉદઘાટન સંતરામપુરના મહારાણી મંદાકિની કુમારીના હસ્તે કરવામાં આવશે. 
વાયએમસીએ ક્લબ ખાતે યોજાનારા આ ફેસ્ટિવલમાં દેશના પ્રતિષ્ઠિત ડિઝાઈનર્સ તેમના કલેક્શન્સ રજૂ કરશે. ૮૦ પ્રદર્શનકારોના કુલ ૨૦૦૦થી વધુ પ્રોડક્ટ્સનું પ્રદર્શન જોવા મળશે. જેમાં લગ્નસંબંધી તમામ કેટેગરી જેવીકે ફોટોગ્રાફી, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોમ ડેકોર, બેગ્સ, ફૂટવેર, કેન્ડલ્સ અને લાઈફસ્ટાઈલ એસેસરિઝનો સમાવેશ થશે. ડિઝાઈનર જ્વેલરી ફેસ્ટીવલનું સૌથી મહત્વનું આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત પરંપરાગત જ્વેલરીની વિશાળ શ્રેણી તો રહેશે જ.
ધ શાદી ફેસ્ટિવલના આયોજક રેડ ઈવેન્ટ્સના ડિરેક્ટર પૂજા અગ્રવાલના જણાવ્યા મુજબ “ધ શાદી ફેસ્ટિવલની ૧૬મી આવૃત્તિ મુલાકાતીઓને એક અજોડ અનુભવ કરાવશે. કેમકે ચાલુ વર્ષની વેડિંગ સીઝનમાં ઘણી નવી બાબતો જોવા મળશે. આ વખતે અમે નવા જાણીતા જ્વેલર્સ અને ફેશન ડિઝાઈનર્સને અમદાવાદમાં આમંત્રણ આપ્યું છે. તેઓ તેમના લેટેસ્ટ કલેક્શન્સ અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને અમદાવાદની જનતા સમક્ષ રજૂ કરશે,” આવા કેટલાક નામોમાં શ્રી પારામણી જ્વેલર્સ, નીધી દ્વારા ટ્રેઝર, કેપેચિનો કલેક્શન, એન ઓર્નામેન્ટ્સનો સમાવેશ થાય છે. 
 
આ ઉપરાંત કેટલાક પ્રતિષ્ઠિત ડિઝાઈનર્સ નામોમાં અભિષેક શર્મા લેટેસ્ટ લેકમે ફેશનવીક ૨૦૧૯ ઓટમ વિન્ટર કલેક્શન રજુ  કરશે. આ સિવાય એસકેએન સિધ્ધાંત અગ્રવાલ, 'રા' બાય મનિષ આહુજા, રિચા શા દ્વારા સેલકોથ, કૃપા કાપડિયા તેમની પ્રોડક્ટસ રજૂ કરશે. દિલ્હી સ્થિત ગિફ્ટિંગ પાર્ટનર ફ્લેરર ડેલિસ-ઈડીસી, ઈલોરા સિલ્વરવેર, એક્સટુટી અને તે સિવાય અન્યો પણ ભાગ લેશે. અમદાવાદ સ્થિત જ્વેલર કેકે જવેલ્સ અમારા મુખ્ય પ્રદર્શક રહેશે. તેઓ તેમના લેટેસ્ટ કલેક્શન રજૂ કરશે. જેનું થીમ ‘ખ્વાઈશ-બિકાનેરી જડતર એન્ડ ડાયમન્ડ બ્રાઈડલ જ્વેલરી’ પર હશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments