Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત, માણાવદરમાં ૧૧ ઇંચ જુઓ ક્યા કેટલો વરસાદ

Webdunia
બુધવાર, 18 જુલાઈ 2018 (13:17 IST)
heavy rain in gujarat
રાજ્યમાં વરસાદી માહૌલ વચ્ચે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને
દક્ષિણ ગુજરાતમાં તેનું જોર યથાવત રાખીને ૫૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ૪૧૨ મી.મી. એટલે કે સાડા સોળ ઇંચ જેટલો,
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૨૮૩ મી.મી. એટલે કે અગિયાર ઇંચથી વધુ અને નવસારી
જિલ્લાના વાંસદામાં ૨૪૫ મી.મી. એટલે કે દશ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
Rain lashes south Gujarat
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે
તા.૧૮/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાક દરમિયાન વઘઇ તાલુકામાં ૨૧૪ મી.મી. માંગરોળમાં
૨૧૦ મી.મી. મળી કુલ બે તાલુકામાં આઠ ઇંચથી વધુ, રાણાવાવ તાલુકામાં ૧૯૪ મી.મી.,
માળીયામાં ૧૯૧ મી.મી. મળી કુલ બે તાલુકામાં સાત ઇંચથી વધુ, લાલપુરમાં ૧૫૬ મી.મી., કેશોદ
અને વંથલીમાં ૧૫૫ મી.મી., ગણદેવીમાં ૧૫૩ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં છ ઇંચથી વધુ,
જામજોધપુરમાં ૧૪૭ મી.મી. કુતિયાણામાં ૧૪૬ મી.મી., ઉના-ડોલવણ અને ચીખલીમાં ૧૩૪
મી.મી., ગીરગઢડામાં ૧૨૮ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
Rain lashes south Gujarat
આ ઉપરાંત રાજ્યના કોડીનાર તાલુકામાં ૧૦૫ મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ, સુત્રાપાડા
અને જાફરાબાદમાં ૯૮ મી.મી., ખેરગામમાં ૯૭ મી.મી. જામનગરમાં ૯૧ મી.મી., માંડવી અને
સુબીરમાં ૮૫ મી.મી., કપરાડામાં ૮૩ મી.મી., વલસાડમાં ૭૭ મી.મી. મળી કુલ ૮ તાલુકાઓમાં
ત્રણ ઇંચથી વધુ, જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં ૭૨ મી.મી., ડાંગમાં ૭૦ મી.મી., કાલાવડમાં ૫૯
મી.મી., દ્વારકામાં ૫૭ મી.મી., ધરમપુરમાં ૫૪ મી.મી., ઉમરગામમાં ૫૨ મી.મી. મળી કુલ સાત
તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૧૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ હોવાના
અહેવાલો છે.
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments