Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 સપ્ટેમ્બરથી પ્રવાસીઓને ગુજરાતની નર્મદામાં રીવર રાફ્ટિંગની સુવિધાનો લાભ મળશે

Webdunia
શનિવાર, 17 ઑગસ્ટ 2019 (12:25 IST)
ઉત્તર ભારતમાં રીવર રાફ્ટિંગનો આનંદ માણવા માટે ગુજરાતીઓનો હંમેશા ઘસારો રહેતો હોય છે. પરંતુ હવે આ સુવિધા ઘરઆંગણે જ શરુ થવા જઈ રહી છે. રીવર રાફ્ટિંગના શોખીન પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી ખાતે રિવર રાફ્ટિંગની સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં પહેલીવાર આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો લાભ પ્રવાસીઓને 1લી સપ્ટેમ્બરથી મળશે.

આ સુવિધાનો પ્રારંભ કરાવતી વખતે રૂપાણીએ પ્રવાસીઓ આગામી દિવાળી કેવડિયામાં ઉજવે અને પ્રકૃતિ તથા સાહસિક પ્રવાસનનો આનંદ માણે તેવો અનુરોધ કર્યો હતો. આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે. આ સુવિધાનો પ્રારંભ નર્મદા નદીના કાંઠે આવેલા ખલવાણી ગામેથી કરવામાં આવ્યો છે. રિવર રાફ્ટિંગ 5 કિ.મી. વિસ્તારમાં હશે. જે ગોડબોલે ગેટથી સૂર્યકૂંડ સુધી હશે. રૂપાણીએ કહ્યું છેકે, આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદથી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે, એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે. નદીના વળાંકોને લીધે રાફટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે. આ જગ્યા જંગલોથી ઘેરાયેલી હોવાથી પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments