Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારને ચૂંટણી પહેલાં રાહત, એક જ દિવસમાં 4 આંદોલન સમેટાયાં

Webdunia
ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (09:31 IST)
રાજ્યના પાટણનગર ગાંધીનગર આંદોલનનું અખાડો બન્યું હતું. એક પછી એક વિભાગના કર્મચારીઓ સરકાર સામે બાંયો ચઢાવીને પોતાની માંગ પુરી કરવા મજબૂર કરી રહ્યા હતા. ત્યારે ચૂંટણી ટાણે રાજ્ય સરકારે એક જ દિવસમાં એસટી કર્મચારીઓ, માજી સૈનિકો, વનરક્ષકો અને આશાવર્કર બહેનોના આંદોલનનો અંત આણ્યો છે. માજી સૈનિકોની માગ પૂર્ણ કરવા સરકારે કમિટી બનાવી છે, તો ST કર્મચારીઓ સાથે ફોર્મ્યુલા નક્કી કરીને આંદોલનમાં સમાધાન કરાયુ છે.

તમને જણાવી દઈએ કે ST કર્મચારી, માજી સૈનિકો, વન રક્ષક કર્મીઓ બાદ બાદ વધુ એક આંદોલન ગુજરાત સરકારે ગહન ચર્ચા બાદ શાંત પાડ્યું છે.ST નિગમના કર્મચારીઓ સાથે મંત્રી પૂર્ણેશ મોદીએ મોડી રાત સુધી બેઠક યોજી હતી. એસ.ટી.નિગમના કર્મચારીઓની જે પડતર માંગ હતી તેમાં 14માંથી 11 માંગ સરકારે સ્વીકારી લીધી છે. એસ.ટી.નિગમના ત્રણેય યુનિયનને સમજાવવામાં વાહનવ્યવહાર મંત્રી સફળ રહ્યા છે અને હવે એસ.ટી.નિગમના કર્મચારીઓએ પણ આંદોલન સમેટવાની જાહેરાત કરી લીધી છે.બેઠક બાદ બાકી રહેતું એરિયર્સ 11 % મોંઘવારી ભથ્થા સાથે 3 હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ હપ્તો 24 ઓકટોબર સુધી, જ્યારે બીજો હપ્તો 14 જાન્યુઆરી સુધી અને ત્રીજો હપ્તો 25 એપ્રિલ સુધીમાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વન રક્ષક અને વનપાલની કામગીરીને ધ્યાને લેવામાં આવી છે. રજાના દિવસે ફરજ બજાવનારા વન કર્મીઓને વધારાની રકમ ચૂકવાશે. વોશિંગ એલાઉન્સ ન હતું મળતું એ એલાઉન્સ પણ હવે મળશે. કેટલાક નિર્ણયોથી પ્રજાને નુકશાન ન થાય તેની જવાબદારી સરકારની છે તેવુ જણાવતા રાજ્ય સરકારની અપીલને ધ્યાને વનકર્મીઓએ આંદોલન સમેટ્યુ છે. જીતુ વાઘાણીએ કહ્યું કે સાતમા પગાર પંચ, સહિત 12-13 જેટલી માંગણીઓ અમે સ્વીકારી છે. અગાઉ ન મળતા હોય તેવા લાભો રાજ્ય સરકારે અપાવ્યા છે. કર્મચારીઓને લાભ મળે તે તેમનો અધિકાર છે.

ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલ માજી સૈનિકોનું આંદોલન આખરે આજે પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને રાજ્ય સરકારે પાંચ અધિકારીઓની કમિટીની રચના કરી હતી. જેમાં પડતર પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવા સરકારે ખાતરી આપી છે. સેનિકોના આંદોલન મામલે રેન્જ IG અભય ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું કે, પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. આશા વર્કર બહેનોની માંગણીનો સરકારે સ્વિકાર કરતાં આંદોલન સમેટાઈ ગયું છે. આશાવર્કર બહેનોના પ્રતિનિધિઓ સાથે સરકારના આગેવાનોની બેઠક બાદ આંદોલનનો અંત આવ્યો છે. આ મુદ્દે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે- 50 હજાર જેટલી આશા વર્કર મહિલાઓ છે. તેઓ સારું કામ કરી રહી છે. મંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનોની માંગણીઓ મુદ્દે એક કલાક સુધી ચર્ચાઓ થઈ હતી. ચર્ચા કર્યા બાદ આશા વર્કર બહેનોની મોટાભાગની માંગણીઓને સ્વીકારવાનો સરકારે નિર્ણય કર્યો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments