Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદમાં 50 વર્ષની આદિવાસી મહિલાને સંબંધીઓ ધોકા વડે માર્યો માર, ચાર લોકોની ધરપકડ

Webdunia
બુધવાર, 18 ઑગસ્ટ 2021 (13:10 IST)
ગુજરાતના દાહોદ જિલ્લામાં એક અન્ય પરિવાર સાથે સંબંધ નહી તોડતા 50 વર્ષીય એક આદિવાસી મહિલાને તેના એક સંબંધીએ ડંડા વડે ફટકારી હતી. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે આ ઘટનાના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જે પીડિતાના સંબંધી છે. ગામમાં કથિત રીતે આ ઘટનાનો વિડિયો બનાવવામાં આવ્યો જેમાં એક વ્યક્તિ રસ્તા પર પડેલી એક મહિલાને ફટકારી રહ્યો છે અને કેટલાક આ બધુ જોઇ રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે થોડીવાર પછી વ્યક્તિ તે મહિલાને ખેંચીને રસ્તાના કિનારે લાવે છે અને પશુઓના વાડા પાસે છોડી દે છે. 
 
સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે ઘટના સોમવારે દાહોદના ફતેહપુરા તાલુકાના સગડાપાડા ગામમાં સર્જાઇ રહી. પીડિત સગડાપાડા ગામની આદિવાસી સમુદાયની છે. 
 
પોલીસે કહ્યું કે વીડિયોમાં જે પુરૂષ દેખાઇ રહ્યો છે તે મહિલાના સંબંધી છે અને તેમાંથી એક તેને ફટકારી રહ્યો હતો. મહિલાના પરિવારવાળાનો એક અન્ય પરિવાર સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મહિલાએ તે પરિવાર સાથે સંબંધ તોડ્યો ન હતો જેથી તેના પરિજનો નારાજ હતા. અમે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમના પર હુમલા અને ત્રાસ આપવાનો ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ પીડિતાએ ઉપચાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 
 
દાહોદના એક ગામમાં બે કિશોર છોકરીઓના મોબાઇલ પર વાત કરવાને લઇને નિર્દયતા પૂર્વક મારઝૂડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મારઝૂડ કરનારાઓમાં સંબંધીઓ સામેલ હતા. સંબંધીઓને ના ફક્ત છોકરીઓને ફટકારી અને ફટકાર્યા બાદ બંને છોકરીઓને ગંદી-ગંદી ગાળો પણ આપી હતી. પોલીસે છોકરીઓની માતાની એફઆઇઆર પર કેસ દાખલ કર્યો છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments