Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના 156 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ: રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૬૫ ટકા નોંધાયો

Webdunia
શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (11:37 IST)
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના ૧૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છના અબડાસા માં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ખેડાના કપડવંજમાં સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. કચ્છના માંડવી, અરવલ્લીના બાયડ તેમજ ગીર સોમનાથના ના સુત્રાપાડામા એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 
 
રાજ્યના ૭ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે 29 તાલુકામાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ગુરૂવારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૭૩ મી.મી. એટલે કે ૭ ઈંચ જેટલો, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ૧૬૬ મી.મી., દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર,જૂનાગઢ જિલ્લાના માળિયા, ગિર સોમનાથ જિલ્લાના તાલાલામાં ૧૬૩ મી.મી. અને દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકામાં ૧૫૮ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે. 
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાક સુધીમાં ઉના તાલુકામાં ૧૨૪ મી.મી., પોરબંદરમાં ૧૨૩ મી.મી., રાણાવાવમાં ૧૦૮ મી.મી., જોડિયામાં ૧૦૨ મી.મી., ગિર ગઢડામાં ૧૦૧ મી.મી. અને વેરાવળમાં ૧૦૦ મી.મી. મળી  કુલ ૬ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. 
 
આ ઉપરાંત ગોંડલ,ચોટીલા, મુન્દ્રા, ગાંધીધામ, ઉંમરગામ, વઢવાણ, જામકંડોરણા અને લાલપુર મળી કુલ ૮ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ જ્યારે સુત્રાપાડા, ભાણવડ, સાયલા, ટંકારા, કોડિનાર, કુતિયાણા, કેશોદ, બાયડ, કાલાવાડ, મૂળી, કાલોલ, લોધિકા, ધ્રોલ, કોટડાસાંગાણી, માણાવદર, જામનગર, માંડવી, વાપી, ભૂજ, પડધરી, વાડિયા મળી કુલ ૨૨ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૨૭ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૬૫ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૪૪.૯૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૭.૭૮ટકા,પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૩.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૭.૪૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૬.૧૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments