Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આગામી સાત દિવસો સુધી સતત પડશે વરસાદ

Webdunia
શુક્રવાર, 26 જુલાઈ 2024 (16:07 IST)
Rain in gujarat- દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ પેદા થઈ છે. નવસારી, સુરત અને તાપી જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં પણ રાજ્યમાં હજી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
 
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે.
 
ગુજરાતની સાથે મુંબઈ અને પૂણેમાં પણ ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ઘણા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
 
હાલ ગુજરાત પર શિયર ઝોન સક્રિય છે અને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે, જેના કારણે ગુજરાતમાં આપણે ત્યાં વરસાદ બંધ થતો નથી.
 
જુલાઈ મહિનો અડધો પસાર થયા બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું શરૂ થયું હતું અને તે બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે
 
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સાથે ઉત્તર ગુજરાતમાં સતત વરસાદની રાહ જોવાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં હજી વરસાદની રાહ જોવાઈ રહી છે
 
વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારે તો કોઈ સ્થળોએ અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. હાલ સતત પડી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે અને લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે.
 
છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસમાં સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. કોઈ એકાદ સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે.
 
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્ય પ્રકારનો છુટોછવાયો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધી સરેરાશ કરતાં 27 ટકા જેટલો વધારે વરસાદ થયો છે, તેમ છતાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં હજી પણ વરસાદની ઘટ છે એટલે કે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં થયો છે. જેમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 250 ટકા વધારે વરસાદ પડ્યો છે.
 
આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, એટલે કે એક અઠવાડિયા સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડવાની શક્યતા છે.
 
આ મહિનાના અંત સુધી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેટલાક વિસ્તારોમાં વધશે તો કેટલાક વિસ્તારોમાં ઘટશે પરંતુ વરસાદ બંધ થવાની શક્યતા નથી.
 
હાલની સ્થિતિ પ્રમાણે ઑગસ્ટની શરૂઆત પણ ગુજરાત માટે સારી થવાની શક્યતા છે, મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેશે. હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ઑગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદનું પ્રમાણ વધશે.
 
ઑગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં હાલની સ્થિતિ પ્રમાણે જો વરસાદનું પ્રમાણ વધે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ફરીથી ભારે વરસાદ થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cold Wave - 2 દિવસ પછી તીવ્ર ઠંડી, 10 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી; દિલ્હી-NCRમાં કેવું રહેશે હવામાન?

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

એર ઈન્ડિયાની પાઈલટ સૃષ્ટિના મોતનું રહસ્ય ખુલ્યું, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જાણીને ચોંકી જશો

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

આગળનો લેખ
Show comments