Webdunia - Bharat's app for daily news and videos

Install App

બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Webdunia
બુધવાર, 19 ઑગસ્ટ 2020 (12:41 IST)
રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. જેમાં આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમા તા.૨૧ થી ૨૭ ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. 
 
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર, મોરબીમાં ભારે થી અતિભારે જ્યારે ખેડા, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તા.૧૮ થી ૨૨ ઓગસ્ટ તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે. 
 
રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ હતું કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી ૧૧૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૬૨ મીમી સુધી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૬૨ મીમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી તા.૧૮/૮/૨૦૨૦ અંતિત ૬૯૪.૬૩ મી.મી. વરસાદ નોંધાયેલ છે જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૮૩.૫૯% છે.
 
કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે તા.૧૮/૦૮/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૦.૬૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૭૫.૫૧ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૪.૯૯% વાવેતર થવા પામ્યું છે.
 
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં ૧૮૧૯૯૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૪.૪૮% છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં કુલ સંગ્રહ ૬૪.૩૭% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૯૮ જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-૯ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર ૧૪ જળાશય છે.
 
આગામી સપ્તાહમાં તા. તા.૧૮ થી ૨૨ ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments