વડોદરામાં ગઈકાલે કમાટીબાગ રોડ પર બે સ્પોર્ટ્સ બાઈક લઈને સ્ટંટ કરતા બે યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સયાજીગંજ પોલીસે બે સ્ટંટબાજ યુવકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. વાઇરલ વીડિયોમાં બે યુવાન ઓળખ ન થાય એ માટે સસલાના માસ્ક પહેરી રોડ પર પૂરપાટ ઝડપે અને જોખમી રીતે સર્પાકાર સ્પોર્ટ્સ બાઈક ચલાવતા નજરે પડે છે, આ બે યુવાન સ્પોર્ટ્સ બાઈક પર રેસ લગાવી રહ્યા હોય તેમ દેખાય છે. આથી અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા.
— Webdunia Gujarati (@Webdunia_Guj) December 7, 2023
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
વડોદરા શહેરના કમાટીબાગ રોડ ઉપર ગફલતભરી બેફિકરાઈથી સ્પોર્ટ્સ બાઈક ચલાવતા બે સ્ટંટબાજોને સયાજીગંજ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ આર.જી. જાડેજાની સૂચનાના આધારે આ વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમા હતા. દરમિયાન કમાટીબાગ રોડ ઉપર બે સ્પોર્ટ્સ બાઈકના ચાલકો માથે બની કવરવાળું હેલ્મેટ પહેરી જાહેર રસ્તા ઉપર પોતાની અને અન્ય વાહનચાલકોની જિંદગી જોખમાય એ રીતે પૂરઝડપે બાઈકો ચલાવતા હતા. જેની જાણ થતાં જ આ બંને શખસને સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લીધા છે.સયાજીગંજ પોલીસે બાઈકના રજિસ્ટ્રેશન નંબરોના આધારે તેઓના ઘરનું સરનામું મેળવી તપાસ કરતા બંને શખસ મળી આવ્યા હતા અને પોલીસ સ્ટેશન લાવી બન્ને શખસ સામે અલગ અલગ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બંન્ને સ્ટંટબાજ લોકોના જીવને જોખમમાં મૂકી પોતાની મસ્તીમાં બાઈક રાઈડ કરતા હતા. આથી ભયનું વાતાવરણ ઊભું થયું હતું. આ શખસના વીડિયો જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા.