Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ: માતાજીને ધરાવાય છે પિત્ઝા-બર્ગર - આ મંદિરમાં પ્રસાદમાં પિજ્જા, બર્ગર પાણીપુરી મળે છે

Webdunia
સોમવાર, 7 ઑગસ્ટ 2023 (11:38 IST)
રાજકોટ: માતાજીને ધરાવાય છે પિત્ઝા-બર્ગર- ગુજરાતના રાજકોટમાં બાળકોનો એક પ્રિય મંદિર છે. આ મદિરમાં એવુ માનવમા આવે છે કે જીવંતિકા માતાનુ આ સ્થાન 150 વર્ષ જૂનુ છે.  ત્યારે રાજકોટના રજપુતપરામાં જીવંતિકા માતાનું એક અનોખું મંદિર આવેલું છે. અહીં પ્રસાદરૂપે માતાજીને ભોગમાં પાણીપુરી, પિઝા અને હોટડોગ સહિતનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
 
 
આ મંદિરની એવી માન્યતા છે કે જીવંતિકા માતા સંતાનોની રક્ષા કરે છે. તેમજ તેમની મુશ્કેલીઓ દૂર કરે છે એટલે ક મહિલાઓ પોતાના સંતાન માટે જીવંતિકા માતાનુ વ્રત રાખે છે. એટલે જ આ મંદિરમાં બાળકોની પ્રિય ખાવાની વસ્તુઓ ધરાવવામાં અવએ છે. બાળકોની પ્રિય વાનગી માતાજીને ધરાવવાથી માતાજી પણ ખુશ થાય છે. 
 
આ મંદિરમાં વર્ષોથી કોઈ પણ ફંડ કે ફાળો ઉઘરાવવામાં આવ્યો નથી. અહીં લોકો સામેથી જે પણ દાણ આપી જાય છે. તે દાનની રકમ પુજારી ક્યારે નથી રાખતા. તે દાનની રકમથી ઝૂપડપટ્ટીના બાળકો માટે, સરકારી શાળાઓમાં, મંદબુદ્ધિના બાળકોની શાળામાં ભોજન માટે ખર્ચ કરવામાં આવે છે.  
 
જીવંતિકા માતાની માનતા વિદેશમાં વસતા પરિવારો પણ રાખે છે અને માનતા પુરી થયા બાદ અહીં વિદેશથી ચોકલેટ, બિસ્કિટના પાર્સલ મોકલવામાં આવે છે. જે માતાજીને ધરાવી પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. મંદિરમાં રોજ અલગ અલગ પ્રસાદ ધરવામાં આવે છે. અહીં ભકતો પાણીપુરી, ચોકલેટ, પિઝા, કોલ્ડ્રીંકસ ધરાવે છે. જીવંતિકા માતાના દર્શન ભકતો ઘર બેઠા ઈન્ટરનેટના માધ્યમથી પણ કરી શકે છે.

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments