Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં વાલીઓએ CM અને શિક્ષણમંત્રીને 448 પત્ર લખ્યા, કહ્યું: સરકાર ઓનલાઇન અભ્યાસ માટે 2 GB રિચાર્જ કરાવી આપે

Webdunia
શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (08:41 IST)
રાજકોટના વોર્ડ નં.15માં રહેતા વાલીઓએ CM અને શિક્ષણમંત્રીને 448 પત્ર લખ્યા હતા. જેમાં તેમણે સરકાર સમક્ષ 5 માગણીઓ રજૂ કરી હતી અને લખ્યું હતું કે, સરકાર ઓનલાઇન અભ્યાસ માટે 2 GB રિચાર્જ કરાવી આપે. 
 
શાળાઓ શરૂ ન થાય ત્યા સુધી સરકાર ફી ભરે
સરકાર દ્વારા કોરોનામાં લોકડાઉન કરતા ઘણા પરીવારો આર્થિક સંકટમાં ઘેરાઇ ગયા હતા અને શાળાઓ પણ ઓનલાઇન થતા વાલીઓ ઉપર ડબલ બોઝ વધી ગયો હતો. ઓનલાઇન શિક્ષણ થતા મોબાઇલ-ઇન્ટરનેટનો ખર્ચ વધી ગયો હોવાથી વાલીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીને 448 જેટલા પત્રો લખી તેમની માંગણીની રજૂઆત કરવામાં આવી હતી અને શાળાઓ શરૂ ન થાય ત્યા સુધીની ફી સરકાર ભરે તેવી માંગણી કરી છે.
 
મોંઘવારી સાતમાં આસમાને પહોંચી રહી છે 
પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી કોરોના વાઇરસના કારણે શિક્ષણ સ્તર શુન્યની સપાટી પર પહોંચી રહ્યા છે. અમા લોકો મધ્યમવર્ગ પરિવારમાં હોવાથી અમારા બાળકોને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરાવી શકતા નથી.આર્થિક પરિસ્થિત સાવ ખરાબ થઇ ગઇ છે. ધંધા રોજગાર મરણ પથારીએ હોવાથી ઘરનું ગુજરાત ચલાવવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે. બીજી બાજુ મોંઘવારી સાતમાં આસમાને પહોંચી રહી છે અને છેલ્લા બે વર્ષથી સ્કૂલો બંધ હોવા છતાં ફી રાબેતા મુજબ ચાલુ છે.
 
 શિક્ષણલક્ષી વિભિન્ન પરિસ્થિતિઓ રજૂ કરી 
ઘરમાં એક મોબાઇલ હોવાથી બાળકોને ઓનલાઇન અભ્યાસ માટે પુરતી સગવડ આપી શકતા નથી અને ઇન્ટરનેટ સુવિધા પુરતા પ્રમાણમાં આપી શકતા નથી આવી શિક્ષણલક્ષી વિભિન્ન પરિસ્થિતિઓ આપ સમક્ષ રાજકોટ શહેર વોર્ડ નં.15ના તમામ વાલીઓ સમુહમાં પત્ર લખીને રજૂઆત થકી અમારા બાળકોનું શિક્ષણ સ્તર ઉચુ એ હેતુથી માંગણીઓ દર્શાવી રહ્યા છીએ.
 
 સરકાર સમક્ષ કરેલી માગણીઓ
1) 1 જાન્યુઆરી 2022થી જયા સુધી ઓફલાઇન શિક્ષણ સ્કૂલમાં બંધ રહે ત્યા સુધીની ફિ સરકાર ભરયાઇ કરે.
2) એકથી વધારે બાળકો પરિવારમાં અભ્યાસ કરતા હોય તેના માટે સરકાર મોબાઇલ-ટેબલેટની વ્યવસ્થા કરે.
3) ઓનલાઇન અભ્યાસ માટે માસીક 2જીબી પ્લાન રિચાર્જનો ખર્ચ સરકાર આપેે.
4) અમારા બાળકોને લેવા મુકવા આવતા સ્કૂલ વાહનોનું માસિક ભાડુ આપે.
5) વિદ્યાર્થીઓને અભ્યાસને લગતા તમામ પ્રકારના પાઠયપુસ્તકોની વ્યવસ્થા કરી આપાવી

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments