Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાલનપુર કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

Webdunia
ગુરુવાર, 28 માર્ચ 2024 (18:40 IST)
પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતાં. ત્યાર બાદ આજે તેમને ફરીવાર કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે. કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો તેઓ દંડના ભરે તો એક વર્ષની સાદી કેદની સજાની પણ જોગવાઈ કરાઈ છે.સંજીવ ભટ્ટ સામે 25 વર્ષ જૂના કેસમાં યુકાદો આપવામાં આવ્યો છે.
 
રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યાનો આરોપ
1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યા હતા. દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો સંજીવ ભટ્ટ પર આરોપ લાગ્યો હતો. આ કેસમાં 5 સપ્ટેમ્બર 2018માં CID ક્રાઈમે સંજીવ ભટ્ટ તથા પાલનપુરના તત્કાલીન PI આઇ. બી. વ્યાસની ધરપકડ કરી હતી. આખરે સેશન્સ કોર્ટે પૂર્વ IPS ને દોષિત જાહેર કર્યા છે.
 
1996ના ડ્રગ્સ કેસમાં છૂટકારો આપવાની અરજી ફગાવાઈ હતી
પાલનપુર કોર્ટ દ્વારા PI વ્યાસને સાક્ષી બનાવીને 1996ના ડ્રગ્સ કેસમાં છૂટકારો આપવાની મંજૂરી આપી હતી. જે બાદ સંજીવ ભટ્ટે આ કેસમાં પોતાની તરફથી કેટલાક સાક્ષીને બોલાવવા માટે મંજૂરી માંગતી અરજી અગાઉ પાલનપુર કોર્ટમાં કરી હતી. પાલનપુરની કોર્ટે સંજીવ ભટ્ટની અરજીને ફગાવી દીધી હતી. જેથી તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કહ્યું હતું કે, કાયદાનો દુરૂપયોગ કરનારાની અરજી સ્વીકારવા પાત્ર નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

ગુજરાતી જોક્સ - ભાગી જઈશું

ગુજરાતી ફિલ્મ "તારો થયો"ના ગીત "હંસલોને હંસલીની જોડી નિરાલી"માં ભવાઈકલાની અનન્ય ઝલક જોવા મળે છે.

ગુજરાતી જોક્સ - "લોકડાઉન

ગુજરાતી જોક્સ - ચેન્નાઈ

વધુ જુઓ..

નવીનતમ

Health Tips: રોજ રાત્રે તમારા પગના તળિયાની કર ઘીથી માલિશ, થશે આશ્ચર્યજનક ફાયદા

Omelette- સ્પીનચ ચીઝ આમલેટ

Smoking- એક સિગારેટ સરેરાશ વ્યક્તિના જીવનમાંથી 20 મિનિટ ઘટાડે છે

Winter Beauty tips - જો તમે શિયાળામાં તમારી ત્વચાની સંભાળ રાખતી વખતે આ કરો છો, તો તેનાથી નુકસાન થઈ શકે છે.

ધ અક્ષરના નામ છોકરી

આગળનો લેખ
Show comments