Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાકોર ખાતે બે દિવસ “ડાકોર ફાગણોત્સવ - ૨૦૨૩” વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

Webdunia
સોમવાર, 6 માર્ચ 2023 (15:38 IST)
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિર ખાતે ફાગણી પુનમ હોળી નિમિત્તે દર વર્ષે પદયાત્રીઓ-ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. આ સમય દરમ્યાન તેઓના રાત્રિ રોકાણ સમયના મનોરંજન માટે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરીના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ખેડા નડિયાદઅને જિલ્લા વહીવટી તંત્ર – ખેડા દ્વારા ડાકોર મેળા દરમ્યાન “ડાકોર ફાગણોત્સવ - ૨૦૨૩” વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા. ૦૫/૦૩/૨૦૨૩ અને ૦૬/૦૩/૨૦૨૩ દરમિયાનકરવામાં આવશે
 
“ડાકોર ફાગણોત્સવ - ૨૦૨૩”માં બે દિવસ દરમિયાનસમગ્ર ગુજરાતમાંથી ખ્યાતનામ કલાકારો અને કલાવૃંદો આવી રહ્યા છે અને તેમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. કાર્યક્રમની ખાસ ઉપસ્થિતિ રૂપે ગુજરાતનાં ખ્યાતનામ કલાકાર જેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીની ઉપાધિથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે તેવા હેમંતભાઈ ચૌહાણ અને સાથે ખ્યાતનામ કલાકાર પ્રીત ગોસ્વામી પણ પ્રસ્તુતિ રજૂ કરવાના છે.
 
કાર્યક્રમના પ્રથમ દિવસ તા.૦૫/૦૩/૨૦૨૩, રવિવાર, સાંજે ૭.૦૦ થી ૧૦.૦૦ કલાકે વિવિધ કૃતિઓ ભજવવામાં આવશે. જેમાં સ્વાગત કાર્યક્રમ, તપસા ડાન્સ એકેડમી, નડિયાદદ્વારા ગણેશ વંદના; કલ્પના નૃત્ય વૃંદ, નડિયાદ દ્વારા હુડો નૃત્ય; શૌર્ય કલ્ચંરલ ગૃપ, ગાંધીનગર, પ્રકાશ પરમાર દ્વારા મિશ્ર રાસ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.લાવણી નૃત્યની ભજવણી કલા સંપુટ સંસ્થા, નડિયાદ દ્વારા અનેલોક નૃત્યની પ્રસ્તુતિ કલા સંવર્ધન સંસ્થા, નવસારી દ્વારા રજુ કરવામા આવશે. ઉપરાંત,ઇમરાન સીદ્દી, ભરુચ દ્વારા સીદ્દી ધમાલ તેમજ પદ્મશ્રી હેમંત ચૌહાણ અને શ્રી પ્રીત ગોસ્વામી રાજકોટ,કુ.તન્વી ગઢવી, નડિયાદ દ્વારા લોક ડાયરો ભજવવામાં આવ્યો હતો. 
 
આજે એટલે કે કાર્યક્રમના દ્વિતીય દિવસ તા.૦૬/૦૩/૨૦૨૩, સોમવાર, સાંજે ૭.૦૦ થી ૧૦.૦૦ કલાકે ભજવવામાં આવતી કૃતિમાં સ્વાગત કાર્યક્રમ, ત્યારબાદતપસા ડાન્સ એકેડમી દ્વારાકૃષ્ણ  ભક્તિ આધારિત હોળી ગીત નૃત્ય;કલાસાગર પરફોર્મિંગ આર્ટ્સ, નડિયાદ દ્વારા કાલબેલિયા નૃત્ય;લીરબાઇ ગરબા ગૃપ, પોરબંદર દ્વારાપ્રાચીન ગરબા;સુંદરમ કલ્ચરલ ગૃપ,ગાંધીનગર, મિત્તલ નાઇ દ્વારામિશ્ર રાસની; પ્રણવ સાગર ગ્રૂપ, નડિયાદ દ્વારા ટિપ્પણી નૃત્ય; જગદીશ વસાવા, આણંદ દ્વારા સ્વર અગ્નિ ભવાઇ; બનસિંગ રાઠવા, છોટા ઉદેપુર દ્વારારાઠવા નૃત્ય; ચામુંડા રાસ મંડળ, પોરબંદર દ્વારા ઢાલ-તલવાર રાસકૃતિ તેમજ આશિતા અને અમિપ પ્રજાપતિ, અમદાવાદ દ્વારા કૃષ્ણ  ભક્તિ આધારિત ગીત સંગીત ભજવવામાં આવશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments