Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓલીવર ફિલ્મનું સ્ક્રીનીંગ યોજાયું

Webdunia
બુધવાર, 7 ડિસેમ્બર 2016 (11:44 IST)
અમદાવાદ ખાતે બીજી ડિસેમ્બરે સાંજે ઓલીવર (મ્યુઝિકલ ડ્રામા) ફિલ્મ(1968)નું સ્કિરીનીંગ યોજાયું હતું. ઓગણીસમી સદીના બ્રિટિશ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સની જાણીતી નવલકથા ઓલીવર ટવીસ્ટ પરથી ડાયરેકટર કેરોલ રીડે 1968માં ઉતારેલી આ ફિલ્મ એક મ્યુઝિકલ ડ્રામા છે. એટલે કે તેમાં કેટલાક સંવાદો બોલવાને બદલે ગાવામાં આવ્યા છે. તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓએ જાતે જ ગાયું છે, પાર્શ્વ ગાયનની ટેકનિકનો ઉપયોગ નથી કર્યો.  ડીકન્સની બીજી નવલકથાઓની જેમ ઓલીવર ટવીસ્ટમાં પણ ઓગણીસમી સદીના લંડનની ગરીબી, ગંદકી, અને ગુંડાગીરીની વાસ્તવિકતાનું નિરુપણ જોવા મળે છે. 1837થી 1839 સુધીના ત્રણ વરસમાં આ નવલકથા એક અખબારમાં હપ્તાવાર છપાઈ હતી. ઓલીવરની માતા તેને જન્મ આપીને મૃત્યુ પામી. શિશુ ઓલીવર એક ગામડાના અનાથાશ્રમમાં ઉછરે છે. તેને કે બીજા કોઈને ખબર નથી, કે તેના માતાપિતા કોણ છે. અનાથાશ્રમમાં બીજા છોકરાની જેમ ઓલીવરને પણ પૂરતું ખાવા મળતું નથી. તેની મારપીટ થાય છે, તેના પર જુલમ થાય છે. પણ ટ્રસ્ટીઓ માલમતીદા ઝાપટીને જલસા, મોજમઝા કરે છે. નવ વરસનો ઓલીવર ભાગીને લંડન જાય છે. ત્યાં તેને  રસ્તે ભટકતો જોઈને ફાગીન નામનો ગુંડો તેને પકડી લઈને પોતાની ખિસ્સાકતરુની ટાળકીમા સામેલ કરે છે. ફાગીનની ટોળકીમાં નવ વરસનો બીજો એક છોકરો જોન ડોકીન્સ પણ છે, જે તેને ખિસ્સા કાતરતા શીખવે છે. ઓલીવર ખિસ્સું કાતરતા પકડાય છે, તેને કોર્ટમાં રજૂ કરાય છે ત્યારે એક ધનાઢ્ય વૃદ્ધ પુરુષ તેને પોતાને ઘરે લઈ જઈ તેના ભરણપોષણ, શિક્ષણ અને ઉછેરની જવાબદારી લે છે. પરંતુ ફાગીન પોતાના કુમળા શાગિર્દને છોડવા તૈયાર નથી. ઓલીવર કેવી રીતે તેની ચૂંગાલમાંથી ઠૂટે છે, તેની રસપ્રદ વાર્તા આ ફિલ્મમાં રજૂ કરાઈ છે
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મણિપુર ફરી હિંસાની આગમાં, અમિત શાહ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મોટી બેઠક કરશે.

દરવાજા બંધ થયાના દિવસે, 10 હજારથી વધુ ભક્તોએ બદ્રીનાથના દર્શન કર્યા, મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું

Patna Unique Wedding - ધામધૂમથી કરી રહ્યા હતા પુત્રના લગ્ન, દુલ્હનને જોઈને મહેમાનોનાં ઉડી ગયા હોશ, તરત જ બોલાવી લીધી પોલીસ

Delhi Pollution: ટ્રકોની એન્ટ્રી પર રોક, શાળાઓ બંધ... દિલ્હીમાં આજથી એક નહીં પણ અનેક પ્રતિબંધ, જાણો દિલ્હી-NCRમાં શું રહેશે ચાલુ અને શું રહેશે બંધ

તીવ્ર ઠંડી અને આંધી - વંટોળની ચેતવણી; 5 રાજ્યોમાં વાદળો વરસશે, જાણો ક્યાં રહેશે ધુમ્મસ

આગળનો લેખ
Show comments