Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેમીની ગંદી માંગણીથી ઉશ્કેરાયેલી પ્રેમિકાએ અગ્નિસ્નાન કરી લીધું

પ્રેમિકા
Webdunia
શુક્રવાર, 18 મે 2018 (13:34 IST)
દિવસે દિવસે મહિલાઓ પર અત્યાચાર થવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સુરતમાં એક એવા બનાવે અરેરાટી ઉભી કરી છે. બનાવની વિગત પ્રમાણે સુરતના પાર્લેપોઇન્ટ વિસ્તારના મેકડોનાલ્ડમાં નોકરી કરતી યુવતીને સહકર્મચારીએ લગ્નની વાતોમાં ભોળવી શારીરિક શોષણ કર્યું હતું. યુવતીએ લગ્નની વાત કરી તો યુવકે હું કહું એમની સાથે તારે સૂવું પડશે એવી ગંદી વાત કરતાં તેઓ વચ્ચે બખેડો થયો હતો. આ બખેડા દરમિયાન યુવકે કેરોસીન ભરેલો કેરબો યુવતીને પકડી તું મરી જા એમ કહેતા આવેશમાં આવી ગયેલી યુવતીએ અગ્નિસ્નાન કરી લીધું હતું. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પીડિત યુવતી પાર્લેપોઇન્ટ વિસ્તારમાં  મેકડોનાલ્ડના લેઆઉટમાં કામ કરતી હતી. અહીં તેણી સાથે તેનો પ્રેમી પણ નોકરી કરતો હતો. 
 
ઉમરાગામમાં રહેતા પ્રેમીએ પ્રેમની વાતો કરી યુવતી સાથે સંબંધ રાખ્યો હતો. અવારનવાર તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ તે બાંધતો હતો. વિરોધ કરનાર યુવતીને તેણે એસિડ ફેંકવા તથા ભાઇને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ગત ૨૧મી ઓક્ટોબરના રોજ રાતે પ્રેમી તેની પ્રેમીકાની રૃમ ઉપર પહોંચી ગયો હતો. અહીં તેણે ફરી સરોજ સાથે શરીર સંબંધ બાંધવા પ્રયાસ કર્યો ત્યારે તેણીએ આપણાં સંબંધોને લઇ હવે ત્રણ મહિનાથી માસિક નથી આવતું એવી વાત કરી હતી. આ સાંભળતાં જ પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો. તેણે કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરવાનો નથી. જો તારે મારી સાથે રહેવું હોય તો હું કહુ એ પુરુષો સાથે રાત ગાળવી પડશે. પ્રેમીની આ વાતથી યુવતી હચમચી ગઇ હતી. તેણીએ બોલાચાલી કરતાં પ્રેમીએ કેરોસીનનો ડબ્બો તેણીના હાથમાં આપી લે મરી જા એમ કરી ઉશ્કેરણી કરી હતી. આવેશમાં આવી યુવતીએ શરીરે કેરોસીન રેડી દીવાસળી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી સરોજને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Instant Farali dosa recipe- ફરાળી ઢોસા

આલુ દૂધી પરોઠા

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

વધુ જુઓ..

નવીનતમ

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

આગળનો લેખ
Show comments