Webdunia - Bharat's app for daily news and videos

Install App

દારુબંધી મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી

Webdunia
ગુરુવાર, 15 માર્ચ 2018 (12:39 IST)
દારુબંધીના કાયદાના અમલને લઈને ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી, જવાબ આપવા આદેશ કર્યો. દારુ વેચવાનું લાયસંસ ધરાવતી હૉટલોને દારુબંધીના કાયદા અંતર્ગત લાયસંસ કેમ નથી અપાતું તે અંગે ખુલાસો માગ્યો. જૂનાગઢના  રેનીશ મહેતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં ગુજરાત સરકાર હૉટલોને દારુ વેચવાની પરવાનગી આપતા પહેલા ગુજરાત નિષેધ ધારાની કલમ 143 અને બોમ્બે ફોરેન લીકર રૂલ અંતર્ગત કડક નિયમો બનાવે તેવી માગ કરી છે.

અરજદારે હૉટલને લાયસંસ આપતા પહેલા જે-તે હૉટલના ક્લાસ અંગે ચકાસણી કરી. એટલે કે પરવાનગી મેળવનાર હૉટલ કેંદ્ર સરકારના પ્રવાસન વિભાગના નક્કી કરેલા માપદંડો અનુસાર થ્રી સ્ટાર કે તેનાથી વધુ સ્ટાર ધરાવે છે કે નહિ. અને જો આમ ન હોય તો તેવી હૉટલનું લાયસંસ રદ કરવાની રજૂઆત અરજદારે કરી, જેથી આ પ્રકારની હૉટલની પાસે રહેતા લોકોને પરેશાની ન થાય અરજદારે અરજીમાં એવી પણ રજૂઆત કરી કે લાયસંસ આપતી વખતે સત્તાધિકારીઓ દિશાસૂચનોનું પણ પાલન નથી કરતા. હૉટલોનું સ્ટેસ 10-15 વર્ષ પહેલા નક્કી કરાયું હતું, જેમાંની ઘણી હૉટલ તે જાળવવામાં નિષ્ફળ ગઈ છે. તમામ હૉટલોના સ્ટેસ અંગે ફરી તપાસ થવી જોઈએ સાથે જ તેમની જગ્યાની પણ ચકાસણી કરી સરકારે ફરી લાયસંસ આપવું જોઈએ. અરજદારે અમદાવાદની કોર્ટયાર્ડ બાય મેરિયટ, ધ ગ્રાંડ ભગવતી અને ધ મેટ્રોપોલ જેવી હૉટલના ઉદાહરણ આપ્યા છે. આ હૉટલોના 200 મીટરના વિસ્તારમાં સ્કૂલો, મંદિરો કે ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. અરજદારના વકીલ શર્વિલ મજમુદારે કહ્યું કે, હાઈકોર્ટે સરકાર પાસે દારુનું લાયસંસ આપવાના નિયમો અંગે જવાબ માગ્યો છે. અને આ અંગેના નિયમો જે 50 વર્ષોથી વધુ વર્ષથી અસ્પષ્ટ છે, તે સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments