Webdunia - Bharat's app for daily news and videos

Install App

અકસ્માત થતાં કારમાં આગ લાગતાં ત્રણના મોત, મંત્રી કૌશીક પટેલના પુત્રનો સાળો અને કોંગી ધારાસભ્યનો ભત્રીજો ભડથું

Webdunia
ગુરુવાર, 8 માર્ચ 2018 (13:47 IST)
ભાડજથી ઓગણજ જતાં વચ્ચે આવેલી બેબીલોન ક્લબ પાસે કપચી ભરેલી ટ્રક સાથે કારનો અકસ્માત થયો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ કાર ભડભડ સળગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદર બેઠેલા પાંચ લોકોને બહાર નીકળવાનો મોકો ન્હોતો મળ્યો. આગમાં 3 વ્યક્તિના મોત થયા હતા. જ્યારે બે દાઝી જતાં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકમાં મંત્રી કૌશિક પટેલના દીકરાનો સાળો પણ સામેલ છે.ફોક્સ વેગનના ટ્રક સાથેની ટક્કર બાદ આગ લાગતાં તેમાં સવાર અમદાવાદ 3 યુવાનો ભડથું થઈ ગયા હતા.

જેમાં મંત્રી કૌશિક પટેલના દીકરાના સાળા ધૈર્ય પટેલનો સમાવેશ થાય છે. તાલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના ભત્રીજા રાહુલ બારડનું પણ મોત નિપજ્યું છે. આ સિવાય રોયલ પટવા નામના યુવાનનો પણ સ્થળ પર મોત નિપજ્યું હતું. ઘાયલો થયા છે તેમાં મોહનસિંહ અને પાર્થ પિપાવત નામના યુવાનનો સમાવેશ થાય છે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments