Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે 27 શહેરોમાં નાઈટ કરફ્યુ રાત્રે 10થી સવારે 6 સુધી

Webdunia
શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (19:38 IST)
કોરોનાના દિવસેને દિવસે વધી રહેલા કેસને જોતા રાજ્ય સરકારે 8 મહાનગરો સાથે વધુ 17 શહેરોમાં નાઈટ કરફ્યુ અમલમાં લાવ્યો છે. સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શક્યતા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની આ બેઠક બાદ સરકારે નવા 10 ઉપરાંત 17 બીજા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવ્યો છે  
 
આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી જે બાદ કડક ગાઈડલાઈન જાહેર કરવાઆમ આવી છે. નાઇટ કર્ફ્યૂના સમય અને લગ્નમાં મહેમાનો તેમજ અન્ય કાર્યક્રમોમાં સંખ્યાથી માંડી હોટલ રેસ્ટોરન્ટ સલૂનને લઈને પણ નવા નિયમો અમલમાં લાવવામાં આવ્યા છે.
- હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.
 
-  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી 
 
- રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. 
 
- હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે
 
- મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી  દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. 

આ 27 શહેરમાં નાઇટ કર્ફ્યૂ
 
અમદાવાદ
વડોદરા
સુરત
રાજકોટ
ભાવનગર
જામનગર
જૂનાગઢ
ગાંધીનગર
આણંદ
નડિયાદ
સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા
મોરબી
વાંકાનેર
ગોઘરા
વિજલપોર (જિ. નવસારી)
નવસારી
ધોરાજી
વ્યારા
વાપી
વલસાડ
ભરુચ
અંકલેશ્વર
કલોલ (જિ. ગાંધીનગર)
ગોંડલ
જેતપુર (જિ. રાજકોટ)
કાલાવડ (જિ. જામનગર)
 
 રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી  ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.
 
- તદ્દઅનુસાર, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં  તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે
 
- ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે
 
- આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલુ રાખી શકાશે.
 
-આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણો ના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું  આ સાથે સામેલ છે.

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments