Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં અન્ય રાજ્યમાંથી આવનારને ફરજિયાત 7 દિવસ હોમક્વોરોંટાઈન રહેવાનો આદેશ

માસ્ક પહેરવાની આદત ન હોય, શરમ આવતી હોય તો ઘરમાં જ રહો - સુરત મ્યુનિસિપલ કમિશ્નર:

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (06:12 IST)
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 56388 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1140 થયો છે. ગત રોજ શહેરમાંથી 171 અને જિલ્લામાંથી 29 મળી 200 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયાં છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 53828 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. દરમિયાન આજે પાલિકા દ્વારા જાહેનામુ બહાર પાડવામાં આવ્યું છે કે, સુરતમાં અન્ય રાજ્યમાંથી આવનાર તમામ વ્યક્તિએ ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે.

સુરત મ્યુનિસિપલ કમિશ્નરનું  નિવેદન - માસ્ક પહેરવાની આદત ન હોય, શરમ આવતી હોય તો ઘરમાં જ રહો: 
<

હાલમા #COVID19 ના શહેરમાં વધી રહેલ કેસોને ધ્યાને લઇ અતિશય સંક્રમિત અને ભીડભાડ વાળા વિસ્તારો જેવા કે, અઠવા, રાંદેર, પીપલોદ, વેસુ, અડાજણ, ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તાર અને શાળા/કોલેજોને જોડતા BRTS અને સિટીબસ રૂટો સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવેલ છે. #ShuKhabarSurat #CoronaKoHarana pic.twitter.com/ryGh3nkZIE

— My Surat (@MySuratMySMC) March 17, 2021 >

આ સાથે પાંડેસરા હાઉસિંગમાં શાક-ફ્રૂટ માક્રેટ સહિત દુકાનો બંધ કરાવાઈ હતી. પાંડેસરા હાઉસિંગમાં દુકાન બંધ કરાવવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય લેવામાં આવ્યો છે. શાક અને ફ્રૂટ માર્કેટ સહીત દુકાનો બંધ કરવામાં આવી છે. પાંડેસરા હાઉસિંગમાં કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવતું ન હતું. જેથી ઉધના ઝોનમાં કેસ વધતા કડક કાર્યવાહી કરાઈ રહી છે.શહેર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા સામે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1420 થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં 35 દર્દીઓ પૈકી 12 ગંભીર છે. જેમાં 1 વેન્ટીલેટર, 5 બાઇપેપ અને 6 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 14 ગંભીર પૈકી 3 બાઇપેપ અને 6 ઓક્સિજન પર છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જ્યોર્જિયામાં 11 ભારતીય નાગરિકોના મોત, એમ્બેસીએ જાહેર કર્યું નિવેદન, જાણો કારણ

હાય રે અંધવિશ્વાસ - 'બાપ' બનવા માટે ગળી રહ્યો હતો જીવતો મરઘો, થઈ ગયુ મોત, ગળામાં ફંસાયેલો મરઘો જોઈને ડોક્ટર પણ હેરાન

Cyclone Chido: ફાંસમાં વાવાઝોડાએ પરમાણુ હુમલા જેવી મચાવી તબાહી, 1000 લોકો માર્યા જવાની આશંકા

ઘરમાં સૂતી હતી બે બહેનો, હાથીએ કચડી નાખ્યા મોત, આ રાજ્યમાં બની આ ઘટના

Gandhinagar: કાતિલ દુલ્હન... લગ્નના 4 દિવસ પછી કરી નાખી પતિની હત્યા, કાકાના છોકરાને કરતી હતી પ્રેમ

આગળનો લેખ
Show comments