Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ભગવાન જગન્નાથનું મામેરૂ યોજાયું, ભાવિક ભક્તોની ભીડ જામી

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (14:28 IST)
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે જમાલપુર મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું નિજમંદિરનું મામેરું પાથરવામાં આવ્યું છે. આ વર્ષે ભગવાન જગન્નાથ અલગ અલગ પરંપરાગત વેશમાં જોવા મળશે. શનિવારે અમાસના દિવસે ભગવાન નિજમંદિરે પરત આવે ત્યારથી રથયાત્રા અને ત્રીજ સુધીના ત્રણેય ભાઈ-બહેનના વાઘા, અલંકારોનાં દર્શન મંદિરમાં યોજાયાં છે.

નેત્રોત્સવ, રથયાત્રા, મામેરાના યજમાનો વાજતેગાજતે ભગવાનનું મામેરું લઈને મંદિરમાં પહોંચ્યા છે.ભગવાન જગન્નાથ સહિત ત્રણેય ભાઈ-બહેનના યજમાનમાં અમાસના અરવિંદભાઈ, એકમના દિવસના પ્રતાપભાઈ ઠાકોર, મંગળા આરતીના ભૂષણ ભટ્ટ અને અષાઢી બીજના નિખિલ ને ગણેશભાઈ રાવલ, જ્યારે ત્રીજના યજમાન પરિંદુ ભગત છે. ગત વર્ષે કોરોનાને કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી શકી ન હતી, પરંતુ આ વર્ષે ભગવાનની રથયાત્રા ચોક્ક્સ નીકળશે એવી આશા લોકોમાં અને યજમાનોમાં છે.

સરસપુર હોય કે મંદિરના યજમાન, તમામ લોકો આ વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળશે, એવી આશા સાથે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગમાં છે. રથયાત્રાના યજમાન અને ભક્તોએ મંદિરના પ્રાંગણમાં ગરબા કર્યા હતા. મહારાષ્ટ્રિયન પાઘડી, વાઘા અને અલંકારો વગેરેજમાલપુર મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલા મામેરાનાં દર્શન લોકોએ કર્યાં હતાં. ગુજરાત સરકારે કેબિનેટ બેઠક અને કોર કમિટીની બેઠકમાં અમદાવાદની રથયાત્રા અંગેના આયોજનને લગતું વ્યવસ્થાપન આખરી કરી દીધું છે, જોકે આ અંગેની જાહેરાત કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ ઉતાવળ નહીં કરે. સરકારનાં સૂત્રો અનુસાર, આ અંગેની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી રથયાત્રાના આગલા દિવસે, એટલે કે રવિવારે સાંજે જગન્નાથ મંદિરની મુલાકાત લઈને એ જ વખતે કરશે.

રથયાત્રા બાબતે બુધવારની કેબિનેટ બેઠક અને કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત ચર્ચા થઇ ગઇ છે, પરંતુ એની જાહેરાત અત્યારથી કરી દેવાય તો એની વિરુદ્ધ કોર્ટમાં પિટિશન થાય તો કાયદાકીય ગૂંચમાં પડીને આખો મામલો ખેંચાઈ જાય. એને બદલે એક દિવસ અગાઉ નિર્ણય જાહેર થાય તો એ અંગેની કોઇ તક રહે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

છેવટે ક્યા રમાશે Champions Trophy 2025?આ દેશમાં થવી મુશ્કેલ

એલર્ટ સિસ્ટમની નજર ચઢતા જ ધરતી સાથે અથડાયુ એસ્ટરોઇડ, જાણો ક્યાં પડ્યુ અને કેટલું થયું નુકસાન

દિલ્હીમાં શાળાઓ બંધ, આવતીકાલથી ઓનલાઈન ક્લાસ શરૂ થશે, CM આતિશીએ જાહેર કર્યો આદેશ

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

આગળનો લેખ
Show comments